Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ભારત પ રાફેલ લઇ આવે કે પ૦૦ અમે સંપૂર્ણ રીતે સજજ

પાકિસ્તાની સેનાના પ્રવકતા જનરલ બાબર ઇફિતકારે પત્રકાર પરિષદ સંબોધી

નવી દિલ્હી : ભારતીય વાયુસેનામાં રાઇફલ જેટ સામેલ થયાની સાથે જ પાકિસ્તાન રઘવાયું બન્યું છે. પાકિસ્તાની આર્મીએ એક વાર ફરી ભારતના સૈન્ય ખર્ચ વધારવા અંગે ચિંતા વ્યકત કરવાની સાથે જ રાફેલનો ઉલ્લેખ કર્યો. પાકિસ્તાની સેનાના પ્રવકતા જનરલ બાબર ઇફિતકારે કહ્યું કે પાકિસ્તાન ભારતના સૈન્ય ખર્ચ અને રક્ષાબજેટમાં વધારા અંગે ચિંતિત છે, પરંતુ ભારતે ફ્રાંસ પાસેથી પાંચ રાફેલ ખરીદવા છતાં સેના કોઇ પણ હુમલાનો જવાબ સજજ છે અમને અમારી ક્ષમતા પર સંપૂર્ણ રીતે ભરોસો છે.

(3:06 pm IST)