Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

અયોધ્યામાં મસ્જીદના મોડલની રૂપરેખા પહેલી મીટીંગમાં કરાશે નકકીઃ સુન્ની વકફ બોર્ડે ટ્રસ્ટની કરી રચના

અયોધ્યાઃ અયોધ્યાના રૌનાહીમાં બનનારી મસ્જીદનું મોડલ કેવુ હશે હોસ્પીટલ કેવા પ્રકારની હશે અને લાઇબ્રેરી કેવી બનશે પાંચ એકર જમીન પર બીજું શું હશે, આ બધું મસ્જીદ ટ્રસ્ટની પહેલી મીટીંગમા નકકી થઇ જશે. અયોધ્યામાં મસ્જીદ અને અન્ય નિર્માણો માટે સુન્ની વકફ બોર્ડે રચેલ 'ઇન્ડો -ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ' ની પહેલી મીટીંગ આ મહિનાના અંતમાં અથવા આવતા મહીનાની શરૂઆતમાં શરૂ થઇ શકે છે.

લખનૌના બર્લિંગ્ટન સ્કવેરમાં ટ્રસ્ટ માટે ઓફીસ ભાડે લઇ લેવાઇ છે, જે ત્યાં સુધીમાં તૈયાર થઇ જશે. ટ્રસ્ટના જોઇન્ટ સેક્રેટરી અને પ્રવકતાએ કહ્યું હતું કે અયોધ્યાના ધુન્નીપુર ગામમાં સુન્ની વકફ બોર્ડને મળેલી પાંચ એકર જમીન પર મસ્જીદની સાથે જ હોસ્પીટલ, લાઇબ્રેરી, કોમ્યુનીટી કીચન, મ્યુઝીયમ અને રીસર્ચ સેન્ટર બનાવવાની યોજના છે આ બધુ નિર્માણ આમ જનની સવલત માટે હશે.

મસ્જીદ ઉપરાંત અન્ય સર્વે જનસુવિધાઓના નિર્માણના શિલાન્યાસ માટે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પણ બોલાવવાની વાત તેમણે કરી હતી ટ્રસ્ટના સેક્રેટરી તથા પ્રવકતા અતરત હુસેને જણાવ્યું કે કોરોનાના કારણે અત્યાર સુધી રૂબરૂ મીટીંગ નથી થઇ શકી. હવે લખનૌમાં ઓફીસ બની ગયા પછી સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરીને રૂબરૂ મીટીંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

(12:11 pm IST)