Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

આજથી રાજસ્થાનમાં વિધાનસત્રા સત્ર શરૂ

ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે

જયપુર, તા. ૧૩ : રાજસ્થાનમાં શુક્રવારથી શરૂ થઈરહેલા વિધાનસભા સત્રમાં ભાજપ ગેહલોત સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે પાર્ટીએ બધી તૈયારીઓ કરી રાખી છે. તેમણે કહ્યું કે સરકાર એક મહિનાથી વાડામાં બંધ છે. રાજ્યમાં કેન્દ્ર સરકારની યોજનાઓની અવગણનાકરવામાં આવી રહી છે. આ નિર્ણય ભાજપના ધારસભ્ય દળની બેઠકમાં લેવામાં આવ્યો છે.

રાજસ્થાનનાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરાએ કોંગ્રેસ પર હુમલો કરતાં કહ્યું કે કોંગ્રેસે લોકોના નહિ પરંતુ પોતાના હિતોનું ધ્યાન રાખ્યું છે. અમે રાજસ્થાનમાં ૧૦ વર્ષ ખૂબ જકામ કર્યું હતું. કોંગ્રેસની સરકાર આવ્યા બાદ અમારી યોજનાઓનું નામ બદલી નાખવામાં આવ્યું અથવા તો બંધ કરવામાં આવી. હવે અમારે કેન્દ્રના કામોને લોકો સુધી પહોંચાડવાના છે.

કોંગ્રેસના રાજકીય સંકટ પછી વસુંધરા પ્રથમ વખત જયપુર પહોંચ્યાં હતાં. આ પહેલાં૧૧મી ઓગસ્ટે ભાજપના ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવવામાં આવી હતી પરંતુ વસુંધરા હાજર રહ્યાં ન હતા. આજની બેઠક ૧૪ ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. વિધાનસભા સત્રને લઈને રણનીતી બનાવવામાં આવી છે.

(10:14 pm IST)