Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

હૈદરાબાદમાં રિક્ષાચાલકે 18 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું

રિક્ષાચાલક ફરાર : યુવતીને હોસ્પિટલે ખસેડાઇ

હૈદરાબાદ : દેશમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. હૈદરાબાદમાં 18 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે. જેમાં રિક્ષાચાલક શખ્સે યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મ બાદ રિક્ષાચાલક શખ્સ ફરાર થયો હતો. યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. પોલીસે આરોપી રિક્ષાચાલકની શોધખોળ હાથધરી છે.

(12:13 am IST)