Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

સ્કૂલેથી ઘરે પરત ફરી રહેલ ૧પ વર્ષીય વિદ્યાર્થીનીનું બિહારમાં અપહરણ કરી ૩ લોકોએ રેપ કર્યો

મુજફફરપુર ( બિહાર ) માં એક ૧પ વર્ષીય સગીરાનુ સ્કુલથી ઘરે પરત ફરવા દરમ્યાન ત્રણ લોકો દ્વારા તેનું અપહરણ કરી રેપ કરવાની ફરિયાદ પોલીસમાં દાખલ થઇ છે.

પીડિતાએ કહ્યું કે હુ ઘર જવા માટે ટેમ્પામા બેઠી જેમાં ૩ લોકો પહેલેથી જ હાજર હતા. જે મારું મોઢુ બંધ કરી એક ઘરમા લઇ ગયા. અને ત્યાં રેપ કર્યો. મુજફફરપુરના ડીએસપીએ મામલો દાખલ કરી તપાસ કરી રહ્યા છે.

(10:18 pm IST)