Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

રેપ ઇન ઇન્ડિયાને લઇને રાહુલ ગાંધી ફસાયા : ભારે ધાંધલ થઇ

સ્મૃતિ ઇરાની અને રાજનાથસિંહે સરકાર તરફથી મોરચા સંભાળ્યા : ગાંધી પરિવારના સભ્ય અને સાંસદ રાહુલ ગાંધીનું નિવેદન ખુબ જ શરમજનક છે : રાહુલ ગાંધીને સાંસદ તરીકે રહેવાનો અધિકાર જ નથી : સ્મૃતિ ઇરાની-રાજનાથસિંહ

નવી દિલ્હી,તા. ૧૩ : લોકસભાના શિયાળુ સત્રના છેલ્લા દિવસે આજે રાહુલ ગાંધીના રેપ ઇન ઇન્ડિયા નિવેદનને લઇને જોરદાર હોબાળો થયો હતો. ભાજપની મહિલા સાંસદો સહિત અનેક નેતાઓએ રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને માફીની માંગ કરી હતી. રાહુલ ગાંધીએ ગઇકાલે ગુરુવારના દિવસે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના ભાગરુપે પ્રચાર વેળા મેક ઇન ઇન્ડિયાને લઇને આજ આધારે રેપ ઇન ઇન્ડિયાની વાત કરી હતી. ત્યારબાદથી જોરદાર હોબાળો જારી છે. આજે સરકાર તરફથી કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મોરચા સંભાળ્યા હતા. સ્મૃતિએ કહ્યું હતું કે, ગાંધી પરિવારની વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી શરમજનક છે જ્યારે રાજનાથસિંહે કહ્યું હતું કે, રાહુલ ગાંધીને સાંસદ તરીકે રહેવાનો કોઇ અધિકાર નથી. રાજનાથસિંહે આક્રમક નિવેદન કરતા કહ્યું હતું કે, આવી ભાષાનો ઉપયોગ કરનાર સભ્યોને સાંસદ તરીકે રહેવાનો કોઇ અધિકાર નથી.

        સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, સમગ્ર દેશ જાણે છે કે, મોદી મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ પર ભાર મુકી રહ્યા છે જેથી ભારત આયાતકાર દેશમાંથી નિકળીને નિકાસકાર દેશ બની શકે જેથી યોજના ચાલી રહી છે. લોકોને રોજગારી મળી શકે પરંતુ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલે ઠેસ પહોંચે તેવી ટિપ્પણી કરી દીધી છે. સંસદના શિયાળુ સત્રના છેલ્લા દિવસે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના રેપને લઇને કરવામાં આવેલા નિવેદનના કારણે હોબાળો થયો હતો. ભાજપના મહિલા સાંસદો સ્મૃતિ ઇરાની, લોકેટ ચેટર્જી અને અન્ય સાંસદોએ રાહુલ ગાંધીની નિવેદનને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. ભારતીય જનતા પાર્ટી તરફથી રાહુલ ગાંધી તરફથી માફી માંગવાની માગ કરવામાં આવી હતી. કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ કહ્યુ હતુ કે ગાંધી પરિવારના એક પુત્ર અને સાંસદે મહિલાના બળાત્કાર માટે આહ્વાન કર્યુ છે. ભારે ધાંધલ ધમાલ થઇ હતી. કાર્યવાહી ફરી રૂ કરવામાં આવી ત્યારે કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રાહુલ ગાંધીના નિવેદનને ઠેસ પહોંચાડનાર તરીકે ગણાવીને તેની ટિકા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે તેમના કોંગ્રેસી સાંસદ સાથે કોઇ વ્યક્તિગત મતભેદો નથી.પરંતુ તેમના નિવેદનથી તેઓ આઘાતમાં છે.

           આ નિવેદન બાદ તેમને સંસદના સભ્ય તરીકે રહેવાના કોઇ અધિકાર નથી. અમારી પાર્ટીના કેટલાક સભ્યોએ પણ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. પરંતુ અમે તેમના સમર્થનમાં હતા. તેમને પોતાના દ્વારા દુખ વ્યક્ત કરવાની ફરજ પડી હતી. રાજનાથ સિંહના નિવેદન વચ્ચે રાહુલ ગાંધી લોકસભા પહોંચી ગયા હતા. પોતાની સીટ પર જઇને બેઠા હતા. ધાંધલ ધમાલ વચ્ચે લોકસભાની કામગીરી ૧૫ મિનિટ માટે મોકુફ કરવામાં આવી હતી. સ્મૃતિ ઇરાનીએ જોરદાર વિરોધ કરીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે આજે દેશની મહિલાઓના સન્માનની વાત છે. રેપ જેવા મામલે રાહુલ ગાંધી ખુલ્લી રીતે રેપ માટે આહ્વાન કરી રહ્યા છે. રાહુલે કહ્યુ છે કે રેપ ઇન ઇન્ડિયા શુ તેઓ દેશના પુરૂષોને મહિલાઓના રેપ માટે કહી રહ્યા છે. અમેઠીના સાંસદે રાહુલ ગાંધીને સજા કરવાની માંગ સ્પીકર સ્મક્ષ કર હતી. રાહુલે ઝારખંડમાં પ્રચાર દરમિયાન રેપની ઘટના પર મોદી પર પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યુ હતુ કે મોદીના મેક ઇન ઇન્ડિયા હવે રેપ ઇન ઇન્ડિયા બની ચુક્યા છે. ભારતમાં દરરોજ મહિલાઓની સાથે રેપના બનાવો બની રહ્યા છે.

(7:28 pm IST)