Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

મોગરીમાં અનુપમ મિશન દ્વારા મંદિરનું નિર્માણઃ જાન્યુઆરીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

રાજસ્થાનના ગુલાબી પથ્થરોને કલાત્મક રીતે કંડારી મંદિરનું નિર્માણ કરાયુ : ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદની મુર્તિઓ સોનાના સિહાંસન ઉપર બિરાજમાન : તા.૭ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન વિવિધ કાર્યક્રમો

રાજકોટ : અનુપમ મિશન,બ્રહ્મજયોતિ મોગરીનું આધ્યાત્મ સંકુલ દુનિયાના બધા ખંડોના સત્સંગીઓથી અજાણ્યું નથી. આઙ્ખસ્ટ્રેલિયા, ન્યુઝીલેંડ, અમેરિકા, ઈંગ્લેન્ડ અને યુરોપના કેટલાક ભાગો તથા આફ્રિકામાથી પણ પૂ. સાહેબદાદા અને સંતોની મુલાકાતે ભકતો આવે છે. બધા ખંડોમાં સત્સંગીઓ ધરાવનાર અનુપમ મિશનના શિખરબદ્ઘ મંદિર અમેરિકા, ઈંગ્લેન્ડ, મુંબઈ, સુરત, અમદાવાદ, માણાવદર અને વેમારમાં હોવા છતાં મુખ્ય મથક તપોભૂમિ બ્રહ્મજયોતિમાં નાના હોલમાં મંદિર હતું. બ્રહ્મજયોતિમાં મંદિર કરવા વિદેશી ભકતોએ ૩૨ વર્ષ પહેલા આપેલ ફંડનો ઉપયોગ પૂજય સાહેબદાદાએ ગુરુદેવ યોગીજી મહારાજની જન્મ શતાબ્દી પ્રસંગે, યોગીજી મહારાજના જન્મસ્થાન ધારીમાં કરીને આસપાસના લોકોને જેની જરૂરી હતી તેવી મહિલા શિક્ષણ માટેની કોલેજ યોગીજી મહારાજ મહાવિદ્યાલયઙ્ખના સર્જનમાં કર્યો હતો.હરિભકતોના અતિશય આગ્રહથી અંતે પૂજય સાહેબદાદાએ યોગીજી મહારાજના પગલાંથી પાવન એવી ધરતી બ્રહ્મજયોતિ, મોગરી જયાં સૂકા કૂવો યોગીજી મહારાજના પુણ્યે જળથીછલકાયો હતો. ત્યા જ પૂજય સાહેબદાદાએ આ નૂતન મંદિરનું નિર્માણ થયુ.

૨૦૧૭ના એપ્રિલ માસમાં ભૂમિપૂજન કર્યા પછી માત્ર પોણા બે વર્ષના ટૂંકા સમયમાં સંપૂર્ણ પાષાણથી બે મંજલી ભવ્ય મંદિર નિર્માણ થયું.

સમગ્ર મંદિર રાજસ્થાનના પહાડપુરના પ્રખ્યાત ગુલાબી પથ્થરોને કલાત્મક રીતે કંડારીને બનાવ્યું છે.

મંદિરમાં મુખ્ય પાંચ શિખરો છે.

મુખ્ય શિખરની ઊંચાઈ ૭૩ ફૂટ છે. બીજા ૨ શિખરોની ઊંચાઈ ૬૭ ફૂટ છે.

મંદિરમાં એક મુખ્ય દ્યુંમટ સાથે પાંચ દ્યુમટી છે.

સમગ્ર મંદિર ભોંયતળિયેથી ઊંચાઈ માપતા ૧૭૦ ફૂટની ઊંચાઈ ધરાવે છે. ૧૭૦ ફૂટની લંબાઈ ધરાવે છે. તો ૧૦૦ ફૂટની પહોળાઈ છે.

મંદિરમાં નીચલા મજલે દસ હજાર સ્કવેર ફૂટ જેટલા બાંધકામમાં હાઙ્ખલ સાથે સુંદર કલાત્મક સિંહાસનોમાં ધામ ધામી મૂકતો સાથે ગુણાતીત પરંપરાના દિવ્ય સંત સ્વરૂપોની ૧૩ જેટલી મૂર્તિઓ કલાત્મક કાષ્ટ સિંહાસનોમાં બિરાજી દર્શન આપે છે.

આ હોલમાં ૭૬ જેટલા સ્તંભ પર વેદ, ઉપનિષદ, ગીતા, વચનામૃતના સાર સમા બ્રહ્મસૂત્રો અંકિત કર્યા છે. જે વાંચતાં હૈયામાં અનેરો આનંદ-શાંતિ સ્થાપિત કરશે.

ઉપરના મજલે મુખ્ય મંદિર છે. જેના મધ્ય શિખરમાં મૂળ અક્ષરબ્રહ્મ, ગુણાતીતાનંદ સ્વામી, ભગવાન શ્રી સ્વામિનારાયણ, અનાદિ મહામુકતા શ્રી ગોપાળાનંદ સ્વામીની આરસની સુંદર મૂર્તિઓ સોનાના  કલાત્મક સિંહાસનમાં બિરાજિત દર્શન આપી કૃપા વરસાવે છે.

મધ્યમંદિરે અક્ષરપુરુષોત્ત્।મ ભગવાન બિરાજયા છે. મંદિરના ઉપરના મજલામાં ૧૪ જેટલા કલાકારીયુકત સ્તંભ છે.

આરસની પાંચ પ્રતિમાઓ છે. ત્રણ કલાયુકત કાષ્ટ સિંહાસન છે. આ માળે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની સુવર્ણ પ્રતિમાઓ ભકતોના કોડ પૂરા કરવા ઉપસ્થિત છે.

આ નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૭ થી ૧૦ દરમ્યાન અનેક વિવિધ કાર્યક્રમો યોજાયા છે. મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ૧૦મી જાન્યુઆરીએ થશે જેમાં દેશ વિદેશના પંદરથી વીશ હજાર  જેટલા હરિભકતો તથા મુમુક્ષો પધારશે. તેમના માટે ઉતારા, જમવા, ટ્રાન્સપોર્ટ તથા સભા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી હોવાનુ જણાવાયુ છે.

(3:41 pm IST)