Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

આસામની હિંસા ડામવા એન.આઇ.એ.ના ડીજી જી.પી.સીંઘ ફરી આસામ મોકલાયા

નવી દિલ્હી : નાગરિકતા બિલ વિરૂધ્ધ આસામ માં થઇ રહેલા હિંસક દખાવો પછી કેન્દ્ર સરકારે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એન.આઇ.એ.)માં કાર્યરત એવા આસામ-મેઘાલય કેડરના સીનીયર આઇ.પી.એસ. અધિકારી જી.પી. સીંઘને ફરીથી આસામ પાછા મોકલ્યા છે. તેમને આસામમાં હિંસા રોકવા માટેની ખાસ જવાબદારી સોંપાઇ છે. રાજયસભામાં નાગરિકતા બીલ પાસ થયા પછી બુધવારે રાત્રે જ તેમને આસામ પહોંચી જવાના આદેશો આપી દેવાયા હતા.૧૯૯૧ની બેંચના શ્રી સીંઘ એન.આઇ.એ. ના ઇનસ્પેકટર જનરલ તરીકે કાર્યરત હતા. તેમનો કાર્યકાળ નવેમ્બર ૨૦૨૦માં પુરો થવાનો છે.

રિપોર્ટ અનુસાર, ગૃહ પ્રધાન અમિતભાઇ શાહની પાર્લામેન્ટ બિલ્ડીંગમાં આસામના નાણા પ્રધાન હિાંતા બિસ્વા શર્મા સાથેની મીટીંગ પછી તરત જ શ્રી સીંઘની બદલીના આદેશ અપાયા હતા. આસામના એડીશ્નલ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ મુકેશ અગ્રવાલ પાસેથી ચાર્જ લઇ લેવાનો ઓર્ડર સીંઘને મળ્યો ત્યારે તેઓ લગ્નના એક રીસેપ્શનમાં હતા.

ગૃહમંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ કહયું હતું કે મંત્રાલય આસામની પરિસ્થિતી પર ચાંપતી નજર રાખી રહયું છે. તેમણે વધુમાં કહયું કે આસામમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટના આધારે રાજય સરકારે લીધો છે. તેમણે કહયું હતું કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસફોર્સ (સી.એ.પી.એફ.) ના પ૦૦૦ જવાનોને આસામ મોકલી અપાયા છે અને આર્મીને સંવેદનશીલ વિસ્તારોમાં ફલેગ માર્ચના આદેશો આપવામાં આવ્યા છે.

પોતાની કારકિર્દીની શરૂઆતમાં ઉલ્ફા સામેના ઓપરેશનોથી શ્રી સીંઘ આસામમાં પ્રખ્યાત બન્યા હતા પછી તેમણે ૨૦૧૩માં કેન્દ્રમાં એન.આઇ.એ. માં ડેપ્યુટેશન પરમુકવામાં આવ્યા હતા. એન.આઇ.એ.માં તેમની નોંધપાત્ર કામગીરીમાં ૨૦૧૭માં જમ્મુ-કાશ્મીરમાં ટેરર ફંડીંગ કેસની તપાસ, પુલવામાંહુમલો, પર્વોતરના કેટલાક કેસો અને સરહદ પારથી હથીયારોના સ્મગલીંગના કેસોની તપાસનો સમાવેશ થાય છે.

૧૪ ફેબ્રુઆરીના પુલવામાં હુમલા પછી તેમણે કાશ્મીરમાં પોતાનો કેમ્પ બનાવ્યો હતો.જેમને અંગત સુરક્ષા આપવામાંઆવી હોય તેવા થોડાક પોલિસ અધિકારીઓમાં શ્રી સીંઘ પણ એક છે.તેમની સરક્ષા માટે ૨૪ કલાક૩-સીઆરપીએફ જવાનો આપવામાં આવ્યા છે.

 તેમણે તપાસ કરી હોયતેવા અન્ય કેસોમાં૨૦૦૭ સમઝોતા બ્લાસ્ટકેસ, મક્કા મસ્જીદ, અજમેર દરગાહ બ્લાસ્ટ, ૨૦૦૮નો માલેગાંવ બ્લાસ્ટ કેસ, જેમાં વર્તમાન ભાજપ સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુર પણ એક આરોપી હતા વગેરેનો સમાવેશ થાય છે.

(3:40 pm IST)