Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

મંદીથી આવક ઝીરોઃ છતાં પીએમ મોદી છે મૌન

પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી સરકાર પર સાધ્યુ નિશાનઃ મોંઘવારી અંગે કેન્દ્ર પર કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હી,તા.૧૩: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એકવાર ફરી મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પાર્ટી તેમજ અન્ય વિપક્ષી પાર્ટી જયાં કેન્દ્ર સરકારને નાગરિકતા સંશોધન કાયદાને લઇને દ્યેરી રહી છે ત્યારે પ્રિયંકા ગાંધી મોંદ્યવારી મુદ્દે મોદી સરકારને આડે હાથ લઇ રહી છે.

પ્રિયંકા ગાંધીએ ટવિટ કરી કહ્યું છે કે મોંદ્યવારી છેલ્લા ત્રણ વર્ષના ઉચ્ચત્ત્।મ સ્તર પર પહોંચી ગઇ છે. રોજીંદા વસ્તુઓના વધતા ભાવે આમ જનતાની કમર તોડી નાંખી છે. પ્રિયંકા ગાંધીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ભાજપની કૂનીતિઓના કારણે આવેલ મંદીના કારણે આવક જીરો થઇ ગઇ છે.

પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર નિશાન તાકતા કહ્યું કે દેશના પ્રધાનમંત્રી આ બાબતે કેમ મૌન છે. પ્રિયંકાએ અન્ય ટ્વિટ કરી પીએમ મોદી પર હલ્લાબોલ કર્યું. પ્રિયંકાએ કહ્યું કે સામાન્ય જનતાની સમસ્યાથી પોતાને આટલા બધા અલગ કરી દે તેવા પ્રધાનમંત્રી હિન્દુસ્તાનના ઇતિહાસમાં કદાચ જ કોઇ થયું હશે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની મહાસચિવ અને ઉત્ત્।ર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી ગત છેલ્લા કેટલાક દિવસથી કેન્દ્રની મોદી સરકાર વિરુધ્ધ આક્રમક જોવા મળી રહી છે. આ સાથે ઉત્ત્।ર પ્રદેશમાં વધતા અપરાધને લઇને રાજયની યોગી સરકાર પર નિશાન તાકી રહી છે.

(3:39 pm IST)