Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

રાહુલ ગાંધીના 'રેપ ઇન ઇન્ડિયા' નિવેદન થી સંસદ ધણધણી : લોકસભાની બેઠક અનિશ્ચિત મુદત માટે મુલત્વી

સંસદમાં હોબાળોઃ મહિલા સાંસદો આક્રમકઃ માફીની માંગણી

સ્મૃતિ ઇરાનીનો આરોપઃ રાહુલ ગાંધી રેપને રાજકીય હથિયાર બનાવી રહ્યા છેઃ રાહુલે માફીની સ્પષ્ટ ના પાડી : દિલ્હીને રેપ કેપીટલ કેહતા મોદીનો વિડીયો જારી કર્યો રાહુલે

નવી દિલ્હી,તા.૧૩: લોકસભામાં આજે રાહુલગાંધીના રેપ અંગે આપેલા નિવેદન અંગે ભારે ધમાલ મચી છે. બીજેપીની મહિલા સાંસદો સ્મૃતિ ઇરાની, લોકેટ ચેટર્જી અને અન્ય સાંસદોએ રાહુલના નિવેદન અંગે નારાજગી વ્યકત કરી છે. બીજેપી તરફથી રાહુલ ગાંધીની માફીની માંગ કરવાાં આવી છે. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે ગાંધી ખાનદાનના પુત્રએ સદનના સાંસદે મહિલાના બળાત્કારનું આહ્વાહન કર્યું.

પરંતુ રાહુલ ગાંધીએ 'મેક ઇન ઇન્ડિયા' હવે ' રેપ ઇન ઇન્ડિયા' ના નિવેદન પર રાહુલ માફી માંગવાની ચોખ્ખી ના પાડી દીધી. તેઓનું કેહવું છે કે હું માફી માંગીશ નહિ. પૂર્વોતર સળગી રહ્યું છે. અને તે ધ્યાન હટાવા માટે આરોપ મુકવામાં આવ્યો છે.

સંસદમાં ચાલી રહેલા રાહુલ ગાંધીના રેપ ઇન ઇન્ડિયા નિવેદનના હોબાળા વચ્ચે ગાંધીએ માફી માગવા અંગે ઘસીને ના પાડી દીધી વધુમાં તેમણે નરેન્દ્રમોદીનો જુનો દિલ્હી રેપ કેપિટલ નિવેદનવાળો જુનો વિડિયો ટ્વિટ કર્યો છે. જો કે રાહુલના આ નિવેદનથી બીજેપીના સાંસદોએ આખી લોકસભા માથે લીધી હતી.

સદનની કાર્યવાહી ફરી શરૂ થઇ હતો રક્ષામંત્રીએ રાજનાથ સિંહે રાહુલના નિવેદનને વ્યથિત કરનારૂ ગણાવ્યું તેઓએ કહ્યું મારો કોંગ્રેસ સાંસદ સાથે કોઇ વ્યકિતગત ભેદ નથી. તેના નિવેદનથી હું વ્યકિતગત રીતે તેમજ સદન પણ આ નિવેદનથી ગૃહ પર આઘાતમાં છે. રાહુલે દેશની માફી માંગવી જોઇએ. આ નિવેદન બાદ તેને સદનનો સભ્ય રહેવાનો કોઇ નૈતિક અધિકાર નથી. અમારા પક્ષના કેટલાક સભ્યોએ પણ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. પરંતુ એમ તેમનુ સમર્થન કર્યું નથી. તેને તેમના નિવેદન માટે માફી માંગી હતી.

રાજનાથ સિંહના નિવેદન વચ્ચે જ રાહુલગાંધી લોકસભા પહોંચ્યા અને તેમની સીટ પર બેસવા હોબાળા બાદ લોકસભા અધ્યક્ષે ૧૫ મિનિટ માટે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી.

બીજેપી દ્વારા રેપ અંગે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ માટે આપેલા નિવેદન વિરૂધ્ધ જોરદાર વિરોધ નોંધવ્યો. શીયાળુ સત્રના અંતિમ દિવસે સદનમાં વિપક્ષ દળને જ કેન્દ્ર સરકાર ધેરી લીધી તેઓ કહ્યું છે કે રેપ ઇન ઇન્ડિયા શુ તેઓ દેશનાં પુરૂષોને મહિલાઓના રેપ કરવા માટે પ્રેરીત કરી રહ્યા છે.

બીજેપી સાંસદોએ ગૃહની કાર્યવાહી શરૂ થયા પહેલા ભારે હોબાળો કરવામાં આવ્યો બીજેપીને મહિલા સાંસદોએ રાહુલ ગાંધી માફી માંગોના નારા લગાવ્યા. હોબાળાના કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી.

કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું કે અમે મેક ઈન ઈન્ડિયાનું સ્લોગન આપ્યું હતું. રાહુલ ગાંધીને શું થયું છે. તેઓ ભારતીય મહિલાઓ અને ભારત વિશે શું વિચારે છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ઈતિહાસમાં પહેલીવાર થયું છે કે કોંગ્રેસ નેતા રેપ કેસમાં આવું નિવેદન આપી રહ્યા છે. તેઓ સાર્વજનિક રીતે કહી રહ્યા છે કે રેપ કરો. રાહુલ શું એમ કહી રહ્યા છે કે ભારતીય પુરુષોએ મહિલાઓનો રેપ કરવો જોઈએ. ગજેન્દ્ર સિંહે કહ્યું કે રાહુલ ગાંધી આવે અને માફી માંગે.

સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું કે રાહુલ ગાંધીએ દેશની મહિલાઓને શું સમજીને રાખ્યું છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધી શું સંદેશ આપવા ઈચ્છે છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધી શું કરવા ઈચ્છે છે અને તેઓ શું એમ કહેવા ઈચ્છે છે કે મહિલાઓના રેપ થવા જોઈએ. તેઓ આ નિવેદન કેવી રીતે આપી શકે છે. બીજેપી સાંસદોએ રાહુલ ગાંધીને માફી માંગવાની માંગણી કરી છે.

પ્રશ્નકાળ શરૂ થતાં પહેલાં બીજેપી સાંસદોએ લોકસભામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને માફી માંગવા કહ્યું છે. ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાને આતંકી ગણાવવા અને ભારતને રેપ કેપિટલના નિવેદનને લઈને માફી માંગવા કહ્યું છે.

(3:21 pm IST)