Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

FSSAIએ કેટલ ફીડના સ્ટાન્ડર્ડ બનાવાયા : દૂધ માટેના નવા આદેશ :પશુઓનો ચારો BIS સર્ટિફાઇડ હોવો જરૂરી

ફૂડ રેગ્યુલેટર FSSAI દ્વારા ડેરી અને દૂધ સાથે સંબંધિત કંપનીઓ માટે નિયમો કડક

 દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓનું દરરોજ સેવન કરનાર લોકો માટે મહત્વનો નિર્ણય લેવાયો છે ફૂડ રેગ્યુલેટર  FSSAIએ ડેરી અને દૂધ સાથે સંબંધિત કંપનીઓ માટે નિયમો કડક બનાવ્યાં છે. નવા આદેશ મુજબ પશુઓના ચારો BIS સર્ટિફાઇડ હોવો જરૂરી છે. આ વર્ષના મિલ્ક સર્વેમાં મોટી કંપનીઓના દૂધમાં એન્ટીબાયોટિક અને અન્ય કેમિકલ્સ મળી આવ્યાંના કેટલાંક કિસ્સા સામે આવ્યાં છે. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

   પશુઓનો ચારો BIS સર્ટિફાઇડ હોવો જરૂરી છે. નેશનલ મિલ્ક સર્વેમાં દિગ્ગજ દૂધ કંપનીઓના સેમ્પલમાં એફ્લાટૉક્સિન એમ-1 અને અન્ય કેમિકલ મળ્યા બાદ FSSAIએ નવો આદેશ જારી કર્યો છે.

કેટલાંક સેમ્પલમાં પેસ્ટીસાઇડ અને હેવી મેટલ પણ મળી આવ્યાં હતા. FSSAIએ કેટલ ફીડના સ્ટાન્ડર્ડ બનાવ્યા છે. ખરાબ ચારાના કારણે દૂધમાં કેમિકલ્સ મળી આવ્યાં છે. તેથી હવે BIS માર્ક વાળા ચારાનો ઉપયોગ ફરજિયાત થઇ ગયો છે.

   દેશમાં ભોજન બનાવવા, સ્ટોર કરવા, ડિસ્ટ્રીબ્યૂટ કરવા, વિદેશોતી ભારત લાવવા અને વેચવા સંબંધિત તમામ નિયમ આ ફૂડ રેગ્યુલેટર નક્કી કરે છે. એફએસએસએઆઇ ભારત સરકારના સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત આવે છે. તેનું હેડ ક્વાર્ટર દિલ્હીમાં સ્થિત છે જે રાજ્યાનો ખાદ્યસુરક્ષા અધિનિયમની વિભિન્ન જોગવાઇઓને લાગુ કરવાના કામ આવે છે.

(1:16 pm IST)