Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

સત્યને શોધનારાઓએ ઓશોને વાંચવા જોઈએ

આખા વિશ્વમાં અત્યાર સુધીમાં જેટલા પણ આધ્યાત્મિક ગુરૂઓ છે તેમાં ઓશો અતુલનીય અને અજોડ છે. ભલે કોઈ તેમના વિચારો સાથે સંમત થાય કે ન થાય, તેનાથી તેમની છબી અથવા યોગદાનને કોઈ ફેર નથી પડતો. સત્ય તો એ છે કે ઓશો પોતાના મૃત્યુ પછી વધારે વિખ્યાત અને સ્વીકાર્ય બન્યા છે. ઓશો જેવા મહાન વિચારક અને વકતા આજ સુધી નથી થયા તેમાં કોઈ શંકા નથી. તેમનું અધ્યયન એટલુ ગહન હતું કે તેઓ જે કોઈપણ વિષય પર બોલતા તે સીધુ શ્રોતાના હૃદયમાં ઉતરી જતુ હતું.

મને લાગે છે કે ભગવાન અથવા શાંતિની શોધમાં જે લોકો લાગ્યા છે. તેમણે એકવાર ઓશોને જરૂર વાંચવા જોઈએ. આધ્યાત્મિક ક્ષેત્રમાં ઓશોએ જેટલા લોકોને પ્રભાવિત કર્યા છે, મને નથી લાગતુ કે કોઈ અન્ય ગુરૂએ આટલી મોટી સંખ્યામાં કયારેય પ્રભાવિત કર્યા હોય. ઓશોને કોઈ એક શ્રેણી અથવા વર્ગમાં રાખી કે પરિભાષિત ન કરી શકાય એવુ એમનું વ્યકિતત્વ છે. તેમણે પોતાની વાણી દ્વારા આગળના ગુરૂઓની લોકોને સાચી ઓળખ કરાવી છે. આ જગત માટે ઓશોનું સૌથી મોટું જો કોઈ યોગદાન હોય તો તે તેમના દ્વારા નિર્મિત કરાયેલ સક્રિય ધ્યાન વિધિ છે. જેને તેમણે આજના નવા માનવને ધ્યાનમાં રાખીને બનાવી હતી.

સુમા વરગીસ (લેખિકા અને લાઈફપોઝીટીવના સંપાદક)

(1:08 pm IST)