Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ગેરકાયદે સેંકડો લોટરી ટિકીટો ખરીદી જંગી નુકશાન જતાં ૫ સભ્યોના સોની પરિવારે ઝેર ગટગટાવી જીવ દીધા

તામિલનાડુના વિલ્લુપુરમ ખાતે એક સોની વેપારી, તેની પત્નિ અને બાળક સહિત ત્રણ પુત્રીઓના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં ૩૩ વર્ષીય અરૂણ, ૨૬ વર્ષની શિવગામી તથા પુત્રીઓ ૫ વર્ષની દર્શીની, યુવા શ્રી અને ૩ મહિનાની ભારતીનો સમાવેશ થાય છે. ધંધામાં મોટી ખોટ જતા દંપતિએ ત્રણે પુત્રીઓને ઝેર પાઈ પછી પોતે પણ જીવ આપી દીધો હતો.

જીવ આપતા પૂર્વે અરૂણે તેના મિત્રો સાથે વિડીઓ 'શેર' કરેલ જેમાં તેણે કહેલ કે ૩ આંકડાની લોટરી ટિકીટો જે વીલ્લુપુરમમાં મળે છે તે ખરીદી હતી જેને લીધે તેને જંગી નુકશાન ગયેલ. તેણે મિત્રોને અપીલ કરેલ કે વિલ્લુપુરમમાં ગેરકાયદે લોટરી ટીકીટો વેચાય નહિં તે માટે પગલા લેજો.

આ પછી તેના મિત્રો અરૂણના ઘરે દોડી ગયેલ ત્યારે તમામને બેભાન સ્થિતિમાં જોયેલ પણ હોસ્પિટલે લઈ જવાતા તમામ પાંચેય મૃત્યુ પામેલ.

(1:07 pm IST)