Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

60 વર્ષીય વિદ્યાએ 20 કિલોના અજગરને મોઢેથી પકડી કપડાના થેલામાં કેદ કર્યો: વિડિઓ વાયરલ

વિદ્યાએ અજગરને 'બચ્ચા' કહીને બોલાવ્યા : ઝાંબાઝ મહિલાની ચોમેર પ્રશંસા

મુંબઈ : અજગર જોઈને લોકોમાં ભય ઉભો થતો હોય છે ત્યારે સોશ્યલ મીડિયામાં એક વિડિઓ વાયરલ થયો છે આ 1.36 મિનિટના વીડિયોમાં એક મહિલાએ 20 કિલોના અજગરને જીવતો જ પકડી લીધો. આ વીડિયોને હરિન્દર સિક્કાએ શૅર કર્યો છે.

આ વાયરલ વીડિયો ઇરેનાકુલમ શહેરની એક કૉલોનીનો છે જ્યાં અજગર જોવા મળ્યો હતો. અજગરને જોઈ લોકો ડરના કારણે ભાગવા લાગ્યા. આ દરિયાન નેવીના એક વરિષ્ઠ અધિકારની પત્ની વિદ્યા રાજૂએ તેને પકડી લીધો, અજગર ઝાડની નીચે ઘરના ઢગલાની નીચે છુપાઈને બેઠો હતો. 60 વર્ષીય વિદ્યાએ અજગરને મોઢેથી પકડીને એક કપડાના થેલામાં કેદ કરી દીધો.હતો 

આ વીડિયોમાં વિદ્યાની સાથે એક યુવતી અને ત્રણ નેવીના અધિકારી હતા. વિદ્યા આ અજગર સાથે વાત પણ કરી રહી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે વિદ્યા અજગરને 'બચ્ચા' કહીને બોલાવી રહી છે.

એક યૂઝરે કહ્યું કે, તે અજગર સાથે પ્રેમથી વર્તી રહી હતી જેથી તે કોઈને નુકસાન ન પહોંચાડે. અન્ય એક યૂઝરે કોમેન્ટ કરી કે આવી દયાળુ મહિલાને મારા સલામ અને સન્માન. તેમના આ કાર્ય માટે મારી પાસે શબ્દો નથી.

(11:55 am IST)