Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

બે જલ્લાદો આપવા યુપીને તિહાર જેલ તરફથી સૂચના

ફાંસીને લઇને અટકળોને વધુ વેગ

લખનૌ, તા. ૧૨ : દિલ્હીમાં તિહાર જેલે ટુંકી નોટિસ ઉપર બે હેંગમેન અથવા તો જલ્લાદો ઉપલબ્ધ કરાવવા માટે ઉત્તરપ્રદેશને અપીલ કરી છે. આનાથી એવા અહેવાલોને વેગ મળ્યો છે કે, નિર્ભયા ગેંગરેપ કેસ અને હત્યાના મામલામાં ચારેય અપરાધીઓને ટૂંકમાં ફાંસી આપવામાં આવશે. બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં એડિશનલ ડિરેક્ટર જનરલ (જેલ) આનંદ કુમારે આજે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, વિભાગ હેંગમેન ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર છે. કુમારે કહ્યું હતું કે, હાલમાં તિહાર જેલ સત્તાવાળાઓ પાસે કોઇપણ હેંગમેન નથી. મૃત્યુદંડની સજા આપવા માટે હેંગમેનની માંગ કરવામાં આવી છે.

           કુમારે કહ્યું હતું કે, કોઇપણ બંધારણીય અને કાયદેસરની રાહત હવે મળી શકે તેમ નથી. ઉત્તરપ્રદેશમાં અમારી પાસે બે હેંગમેન રહેલા છે. ટૂંકી નોટિસ ઉપર જલ્લાદો ઉપલબ્ધ કરાવવા માટે કહેવામોં આવ્યું છે. ૯મી ડિસેમ્બરના દિવસે ફેક્સ સંદેશ મારફતે તિહાર જેલ સત્તાવાળાઓ તરફથી સંદેશમાં વિનંતી મળી હતી. જો કે, પત્રમાં અપરાધીઓનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ રૂરીયાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેપત્રમાં કહેવામાં આવ્યું છે કે, જેલમાં રહેલા કેટલાક અપરાધીઓને મૃત્યુદંડ આપવામાં આવનાર છે. યુપી જેલ વહીવટીતંત્ર દ્વારા બે હેંગમેન તૈયાર રાખવામાં આવ્યા છે.

(12:00 am IST)