Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ડુંગળી બાદ હવે લસણના ભાવમાં ભડકો : કિંમત 200 રૂપિયાએ પહોંચ્યો : સ્વાદમાં સોડમ ખોવાઇ

હોલસેલ લસણના ભાવમાં કિલોએ 50 રૂપિયાનો વધારો થતા લસણા ભાવ 200ને પાર પહોંચ્યા

 

નવી દિલ્હી : ડુંગળીના ભાવ આસમાને આંબ્યા બાદ હવે લસણના ભાવ પણ ભડકે બળતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. છેલ્લા 2 વર્ષથી તળિયે રહેલા લસણના ભાવ હવે આસમાને પહોંચ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં લસણના હોલસેલ ભાવમાં કિલો દીઠ 50 રૂપિયાનો વધારો થતાં લસણો ભાવ 200 રૂપિયાને પાર પહોંચ્યો છે. ડુંગળી બાદ લસણના ભાવમાં પણ વધારો થતાં ગૃહિણીના બજેટ ખોરવાય છે

ચાલુ વર્ષે ડુંગળીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ બાકી હોય તેમ લસણના ભાવમાં પણ ભડકો થતાં ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. ગત સીઝનમાં જે ખેડૂતોએ લસણ મફત વહેંચવાની નોબત આવી હતી તે લસણ હવે ટોચના ભાવે આજે વેચાઇ રહ્યું છે.

  ચીનમાં લસણના પાકને 35 ટકા જેટલું નુકસાન અને ત્યાર બાદ વરસાદને કારણે લીલા લસણમાં નુકસાન થતાં લસણના ભાવ ભડકે બળી રહ્યા છે. છેલ્લા એક અઠવાડીયામાં હોલસેલ લસણના ભાવમાં કિલોએ 50 રૂપિયાનો વધારો થતા લસણા ભાવ 200ને પાર થઇ ગયા છે. તો છૂટક બજારમાં લીલા લસણનો ભાવ 300ને પાર પહોંચ્યો છે. જેના કારણે ભોજનમાંથી સ્વાદની સોડમ ખોવાઇ ગઇ છે.

(12:05 am IST)