Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

14 વર્ષીય અભિનેતા જેક બર્ન્સનો ઘરમાંથી મૃતદેહ મળ્યો : ચાહકોમાં ઘેરો શોક

બર્ન્સે આઉટલેન્ડર અને પ્લેન સાઈટ સહીત ઘણા બધા ટીવીશોમાં કામ કર્યું

 

નવી દિલ્હી : અનેક ટીવી શોમાં કામ કરી ચુકેલા એક્ટર જેક બર્ન્સનું 14 વર્ષની વયે અવસાન થયું છે. 14 વર્ષીય બર્ન્સ તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો છે. જોકે, અધિકારીઓએ તેમના નિધનનું કારણ જાહેર હજું કર્યું નથી

 . સ્થાનિક અહેવાલ અનુસાર બર્ન્સ 1 ડિસેમ્બરના રોજ સ્કોટલેન્ડના ગ્રીનલોકમાં તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યો હતો.

પોલીસ આ મામલે સંપૂર્ણ તપાસ કરી રહી છે. જો કે આ અધિકારીઓએ તેમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં કોઈ સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી નથી. પરંતુ મોતનું કારણ હજી સ્પષ્ટ સંપૂર્ણ રીતે નથી થયું.

   બર્ન્સના મોતથી તેના ચાહકો ચોંકી ગયા છે. અને આઘાતને કારણે શોકમાં છે. સોશ્યલ મિડિયા પર તેના ચાહકો આ સમાચાર સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેમના વતી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.બર્ન્સે આઉટલેન્ડર અને પ્લેન સાઈટ સહીત ઘણા બધા ટીવીશોમાં કામ કર્યું છે. તેમણે આગળનાં બિલી ઈલિયટ માટે ડબિંગ પણ કર્યું છે.

(12:00 am IST)