Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

બોલિવુડ અભિનેતા આશુતોષ રાણાને પણ કોરોના પોઝિટીવ : અઠવાડિયા પહેલા લીધી હતી વેક્સિન

આશુતોષ રાણાએ 6 એપ્રિલે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાો હતો.

મુંબઈ : દેશમાં કોરોના વાઈરસના કેસ દિન પ્રતિદિન સતત વધી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને મોટા મોટા સેલેબ્રિટી પણ હવે કોરોનાની ચપેટમાં ઝડપથી આવી રહ્યા છે. હવે બોલિવુડ અભિનેતા આશુતોષ રાણા પણ કોરોના પોઝિટીવ આવ્યા છે. આશુતોષ પણ હવે કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયા છે. અભિનેતાએ તાજેત્તરમાં જ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ પણ લીધો હતો.

આશુતોષ રાણા પોતાની એક્ટિંગને કારણે જાણીતા છે. અભિનેતાએ અત્યાર સુધીના પોતાના કરિયરમાં એકથી એક ચઢીયાતી ફિલ્મોમાં કામ કર્યુ છે. હવે અભિનેતા કોરોના પોઝિટીવ આવ્યાના સમાચાર સામે આવવાથી તેમના ફેન્સ દુ:ખી થયા છે. અભિનેતાની પત્ની રેણુકાએ પોતાના પતિની સાથે જ ફોટો શેયર કરીને ફેન્સને જણાવ્યું હતું કે તેમને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. 53 વર્ષીય અભિનેતા આશુતોષ રાણાએ 6 એપ્રિલે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાો હતો.

આશુતોષ રાણાને છેલ્લી વખત ઉમેશ બિષ્ટની પગલેટમાં સાન્યા મલ્હોત્રા, શીબા ચડ્ડા, આશુતોષ રાણા, રઘુબીર યાદવ અને સયાની ગુપ્તાની સાથે જોવામાં આવ્યા હતા. નેટફ્લિક્સ પર રીલિઝ થયેલી ફિલ્મ ફેન્સને ખુબ જ પસંદ પડી હતી. આશુતોષ રાણાએ હિન્દી સિનેમામાં વર્ષ 1995માં ડેબ્યૂ કર્યુ હતું. અભિનેતાને અસલી ઓળખ કાજોલ સ્ટારર ફિલ્મ દુશ્મનથી મળી હતી. આ ફિલ્મમાં અભિનેતાએ સાઈકો કિલરની ભૂમિકા ભજવી હતી. તેમને સાઉથની ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે, તે દક્ષિણમાં જીવાના નામથી જાણીતા છે.

(11:50 pm IST)
  • ઓરિસ્સામાં કોરોના વેક્સિનની અછત : રાજ્યના 11 જિલ્લાઓમાં રસીકરણ અભિયાન સ્થગિત કરાયું : ઓરિસ્સાના 30 જિલ્લાઓમાંથી 11 જિલ્લાઓમાં વેક્સિનની તંગીને કારણે રસીકરણ અટકી ગયું access_time 1:03 am IST

  • કેન્‍દ્રના કેબીનેટ મંત્રી સંતોષ ગંગવાર તથા ભાજપના અગ્રીમ હરોળના નેતા અનિલ બલૂની કોરોના પોઝીટીવમાં સપડાયા છે access_time 1:11 pm IST

  • મહારાષ્ટ્ર સરકાર 12 લાખ શ્રમિકોને 1500 રૂપિયા, રિક્ષાચાલકોને 1500 તેમજ આદિવાસીઓને 2000 રૂપિયા આપશે : CM ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે "અમે 3300 કરોડ રૂપિયા માત્ર કોવિડ સંબંધિત સુવિધાઓ માટે અલગથી રાખ્યાં છે." : કુલ 5500 કરોડનું આર્થિક મદદનું પેકેજ ઉદ્ધવ સરકારે તૈયાર કર્યું છે તેમ જાણવા મળે છે. access_time 10:21 pm IST