Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સુનંદા પુષ્કર મૃત્યુ કેસ: કોંગી સાંસદ શશી થરૂર વિરુદ્ધના આરોપો માટે 29 એપ્રિલની મુદત નક્કી કરાઈ

ન્યુદિલ્હી : દિલ્હીની કોર્ટે સોમવારે સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં કોંગ્રેસના સાંસદ ડો.શશી થરૂર વિરુદ્ધ આરોપો ઘડવાના આદેશો અનામત રાખ્યા છે. તથા તે માટે 29 એપ્રિલની મુદત નક્કી કરાઈ છે.

વિશેષ ન્યાયાધીશ ગીતાંજલી ગોયલે સુનાવણી પછી 29 એપ્રિલના ઓર્ડર અનામત  રાખ્યા છે.

સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ દ્વારા  બે સુસંગત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, કે

આલ્કોઝોલમની આલ્કોહોલ સાથેની  અસર અને બીજા, અલ્પ્રઝોલામનો કેટલો જથ્થો માનવ મૃત્યુનું કારણ બને છે.જેના અનુસંધાને અતુલ શ્રીવાસ્તવે કોર્ટને જવાબ આપ્યો હતો કે આવી અસર વ્યક્તિના સ્વાસ્થ્યની સ્થિતિ પર તેના વપરાશના સમય ઉપર  નિર્ભર છે.

આગામી મુદત 29 એપ્રિલ રાખવામાં આવી છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે  છે.

(12:00 am IST)
  • ઓકિસજન સપ્લાયના અભાવે એક કલાકમાં ૭ દર્દીઓનાં મોત : મુંબઇ : કોવિડ દર્દીઓના સંબંધીઓના જણાવ્યા મુજબ, નાલાસોપારાની વિનાયક હોસ્પિટલમાં ઓકિસજન સપ્લાયના અભાવે એક કલાકમાં ૭ દર્દીઓનાં મોત નીપજ્યાં જાણીતા પત્રકાર શિવાંગી ઠાકુરે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર જણાવ્યું છે. દર્દીઓના સંબંધીઓ હોસ્પિટલમાં વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. access_time 12:42 pm IST

  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ' સેલ્ફ આઇસોલેટ ' થયા : તેમની ઓફિસના અનેક અધિકારીઓ કોરોના સંક્રમિત થવાથી નિર્ણય લીધો access_time 8:03 pm IST

  • રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કોરોનાનો રાફડો : ૧૦ કેસ : આવક બંધ કરી દેવાઈ : રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કોરોનાના ઍકસાથે ૧૦ કેસ આવતા નવી આવક સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે : અગાઉના પડતર માલનો નિકાલ કરીને કામકાજ ચાલુ રાખવુ કે બંધ રાખવુ તે અંગે સત્તાધીશો વિચારણા કરી રહ્નાનું જાણવા મળે છે access_time 11:22 am IST