Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

અયોધ્યામાં પૂજાપાઠ કરવા માટેની અરજી સુપ્રીમકોર્ટે ફગાવી ;કહ્યું તમે આ દેશને ક્યારેય શાંતિથી રહેવા નહીં દયો : આકરી ટિપ્પણી

બિનવિવાદી જમીન પર નવ પ્રાચીન મંદિરોમાં પૂજાપાઠની મંજૂરી માંગતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી

 

નવી દિલ્હી :અયોધ્યામાં પૂજાપાઠ માટે કરાયેલી એક અરજીને સુપ્રીમકોર્ટે ફગાવી દીધી છે આકરી ટિપ્પણી કરતા સુપ્રીમકોર્ટે કહ્યું કે તમે દેશને ક્યારેય શાંતિથી રહેવા દેશો નહીં

અયોધ્યાની બિનવિવાદી જમીન પર નવ પ્રાચીન મંદિરોમાં પૂજાપાઠની મંજૂરી માંગતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દેતા મુજબની આકરી ટિપ્પણી કરી હતી

  અયોધ્યામાં રામજન્મ ભૂમિ -બાબરી મસ્જિદ સ્થળથી જોડાયેલ બિનવિવાદી જમીન પર હાલના નવ પ્રાચીન મંદિરોમાં પૂજાપાઠની મંજૂરીની માંગ સુપ્રીમકોર્ટેની ચીફ જસ્ટિજ રંજન ગોગોઈ અને જસ્ટિજ સંજીવ ખન્નાની પીઠે ફગાવી દેતા કહ્યુ હતું કે ત્યાં હંમેશ કૈક થશે

   સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ પીઠનો 10 જાન્યુઆરીણ આદેશ વિરુદ્ધ દાખલ થયેલી અરજી પર સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી હતી વાસ્તવમાં હાઇકોર્ટે કહ્યું કે ત્યાં નવ મંદિરોમાં પૂજા અર્ચના કરવા માટે તેની સહમતી માંગવાવાળી અરજી રદ કરી હતી અને અરજીકર્તાને ખર્ચ પેટે પાંચ લાખ ભરવા આદેશ આપ્યો હતો

   સુપ્રીમકોર્ટે અપીલ પર સુનાવણી કરતા કહ્યું કે અરજીકર્તા પંડિત અમરનાથ મિશ્રાને મુદ્દેકુરેદના બંધ કરવું જોઈએ

સામાજિક કાર્યકતા મિશ્રાએ હાઇકોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે અધિકારી પ્રાચીન મંદિરોમાં ધાર્મિક ગતિવિધિઓ શરૂ કરવાને લઇને આંખ આડા કાન કરે છે તેની દલીલ હતી કે મંદિર અયોધ્યામાં કબ્જામાં લેવાયેલ બિન વિવાદી જમીનમાં છે

    અત્રે ઉલેલ્ખનીય છે કે સુપ્રીમ કોર્ટે ભૂમિ વિવાદના ઉકેલ માટે મધ્યસ્થીઓની એક પેનલ નિયુક્ત કરી છે

 

(11:52 pm IST)