Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ચૂંટણી ફરજથી બચવા કેવા કેવા બહાના આપી રહ્યા છે સરકારી કર્મચારીઓ?

આરામની નોકરી કરવા ટેવાયેલાઓને ૨૪ કલાકની જવાબદારી -દોડધામની ડયુટી ગમતી નથી

નવી દિલ્હી, તા.૧૨: લોકસભા ચૂંટણીમાં ફરજથી બચવા માટે સરકારી કર્મચારી અનેક પ્રકારના બહાના તૈયાર કરતા હોય છે. ભારત જેવડા મોટા દેશમાં લોકસભાની ચૂંટણીની કાર્યવાહી લગભગ ૨ મહિના જેટલી ચાલે છે. ત્યારે મોટાભાગે આરામની નોકરી કરવા ટેવાયેલા કેટલાક કર્મચારીઓને આ ચોવીસ કલાક જવાબદારી અને દોડભાગની ડ્યુટી આકરી લાગતી હોય છે જેને લેઈને તેઓ નીતનવા બહાના બનાવતા હોય છે. જેમ કે કોઈએ અચાનક યુરિક એસિડ વધી ગયું હોવાનું જણાવ્યું તો કોઈએ લોહી જામી જવાના કારણે એક પગલું પણ ચાલી નથી શકતો તેવું બહાનું આપ્યો. પરંતુ એક બેંક કર્મચારીએ તો એવું પણ બહાનું આપ્યું કે હું ખૂબ જાડી છું માટે પ્લિઝ મારી ચૂંટણી ડ્યુટી કેન્સલ કરી દો.

બેંકની એક કર્મચારીને લોકસભા ચૂંટણીમાં પીઠાસીન અધિકારી બનાવાઈ છે. જેને લઈને તે પોતે જ ગુરુવાર સવારે એડીએમ ફાઇનાન્સની ઓફિસમાં પહોંચી ગઈ અને કહ્યું કે, શ્નસર, તમે જ જોઈ લો હું કેટલી જાડી છું. હવે આટલા વજન સાથે કઈ રીતે ચૂંટણી ફરજ નિભાવી શકું. પ્લીઝ મારી ડ્યુટી કેન્સલ કરી દો..'

ચૂંટણી ડ્યુટીમાંથી રાહત માટે આવા અનેક કર્મચારી જુદા જુદા બહાના સાથે કલેકટર ઓફિસ પહોંચી રહ્યા છે. જે અંગે ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, તમામ લોકો પોતાની અરજી આપી શકે છે. ત્યારબાદ તેમના આરોગ્યની તપાસ મેડિકલ બોર્ડ દ્વારા કરવામાં આવશે અને તેમના રિપોર્ટ મુજબ ડ્યુટી સોંપવામાં આવશે.

ખ્ઝ્રપ્ દ્વારા જયારે મેડિકલ તપાસની વાત કરવામાં આવી અને સાથે સાથે એમ કહેવામાં આવ્યું કે જો કોઈ બહાના હેઠળ ફરજ અને ટ્રેનિંગથી દૂર ભાગ્યા તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે કે તરત જ આવા બહાનાબાજ કર્મચારીઓએ કહ્યું હતું કે તો પછી રહેવા દો સર, મેડિકલ બોર્ડના ચક્કર મારવા કરતા અમે ફરજ પર હાજર રહેશું પરંતુ પ્લિઝ ગામડામાં ફરજ માટે ન મોકલતા.

(4:40 pm IST)