Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

પહેલા તબકકાનો મતદાનનો ટ્રેન્ડ ૨૦૧૪ જેવો જ છેઃ ચૂંટણી પંચ

૨૦૧૪થી લોકસભા ચૂંટણીમાં થયેલા ૬૦૭ કરોડના ખર્ચની સામે આ વર્ષે ખર્ચ લગભગ બમણો થવાનું અનુમાન છે

નવીદિલ્હી, તા.૧૨: લોકસભા ચૂંટણીનો પહેલો તબક્કામાં દેશમાં ઘણી જગ્યાઓ પર બંપર વોટિંગ થયું છે. ૨૦ રાજયોની ૯૧ બેઠકો પર થયેલી ચૂંટણી બાદ ચૂંટણી પંચનું કહેવું છે કે, વોટિંગની પેટર્ન લગભગ ૨૦૧૪ લોકસભા ચૂંટણી જેવી જ છે. શરુઆતના આંકડાથી એવું લાગે છે કે, વોટિંગમાં થોડો ઘટાડો થયો પણ ચૂંટણી પંચનું કહેવું છે કે, આવનારા ફેઝમાં તે ઉપર જશે કારણ કે કેટલાક ભાગોમાં લોકોને વોટિંગનો સમય સાંજનો ૫ વાગ્યાનો હોવાની જાણકારી હતી.

ત્રિપુરા અને પશ્યિમ બંગાળમાં ઊંચા પ્રમાણમાં મતદાન થયું. ત્રિપુરામાં ૮૧.૮ ટકા અને પશ્યિમ બંગાળમાં જે બે બેઠકો પર તમદાન થયું, ત્યાં પણ ૮૧% મત પડ્યા. આંધ્રપ્રદેશમાં પણ મતદાતાઓએ ઉત્સાહ દર્શાવ્યો અને આ ઉત્સાહ મોડી રાત સુધી જોવા મળ્યો.

જમ્મુ કાશ્મીરમાં પણ રેકોર્ડ મતદાન થયું છે, જમ્મુ કાશ્મીરમાં ૭૨% મતદાન થયું છે જેમાં આતંક પ્રભાવિત બારામુલામાં ૩૫% વોટિંગ થયું. જોકે, ૨૦૧૪માં આ આંકડો ૩૮.૫% હતો. લોકોને મતદાન કેન્દ્ર સુધી સુરક્ષિત લાવવા માટે અતિસંવેદનશીલ ક્ષેત્રોમાં સુરક્ષાની સઘન વ્યવસ્થા કરાઈ હતી.

હવે દેશના ૧૦ રાજયો અને કેન્દ્ર-શાસિત પ્રદેશોમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ ગયું છે. સાથે જ આંધ્રપ્રદેશ અને અરુણાલ પ્રદેશમાં વિધાનસભા માટે પણ મતદાન સંપન્ન થઈ ગયું છે. ઓડિશામાં પણ વિધાનસભા ચૂંટણી માટે પહેલા ફેઝનું વોટિંગ થઈ ગયું છે.

પહેલી લોકસભા ચૂંટણી છે જેમાં VVPAT ૧૦૦ પ્રયોગ થઈ રહ્યો છે. ચૂંટણી પંચે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, ૦.૭% EVM બેલેટ યુનિટ બદલવા, ૦.૬% EVM કંટ્રોલ યુનિટ અને ૧.૭% VVPAT બદલવામાં આવ્યા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં થયેલા ૬૦૭ કરોડના ખર્ચની સામે આ વર્ષે ખર્ચ લગભગ બમણો થવાનું અનુમાન છે.

છત્ત્।ીસગઢના કેટલાક ભાગોમાં હિંસાની છૂટક ઘટનાઓ સામે આવી. મહારાષ્ટ્રના નકસલ પ્રભાવિત વિસ્તાર ગઢચિરોલીમાં IED બ્લાસ્ટની દ્યટના પણ બની. આ બન્ને ઘટનામાં કોઈની પણ ઘાયલ થવાની ઘટના નથી બની. આંધ્રપ્રદેશમાં રાજકીય કાર્યકર્તાઓ વચ્ચે બબાલની દ્યટના બની. આ સિવાય બિહાર, અરુણાચલ અને મણિપુરમાં છૂટક દ્યટનાઓ સામે આવી.

(3:57 pm IST)