Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

NaMo ટીવી પર ભાજપને મોટો ઝટકોઃ ચૂંટણી પંચે સામગ્રી દૂર કરવાનો આદેશ કર્યો

એમએમસીની ખરાઇ કર્યા વગર ઈલોકટ્રોનિક મીડિયામાં પ્રસારિત થતી તમામ સામગ્રી તાત્કાલિક પ્રભાવથી હટાવવી પડશે

નવી દિલ્હી, તા.૧૧: આચાર સંહિતાના ઉલ્લંદ્યન મામલે ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો ઝટકો આપ્યો છે. ચૂંટણી પંચે નમો ટીવી (Namo TV) પર મંજૂરી વગર બતાવવામાં આવી રહેલી સામગ્રી તાત્કાલિક ધોરણ હટાવી દેવાનો નિર્દેશ કર્યો છે. ચૂંટણી પંચના નિર્દેશ પ્રમાણે 'નમો ટીવી' પરથી મંજૂરી વગર મૂકવામાં આવેલી સામગ્રીને હટાવવામાં આવશે. જોકે, ચૂંટણી પંચે 'નમો ટીવી' પર બેન મૂકવાનો ઇન્કાર કર્યો છે.

ચૂંટણી પંચે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને આ સંબંધમાં એક પત્ર લખ્યો છે કે 'નમો ટીવી' પર પ્રસારિત થતી તમામ જાહેરાતોની તપાસ કરવામાં આવે. ચૂંટણી પંચે દેશની રાજધાની દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને લખેલા પત્રમાં લખ્યું છે કે, 'તમે પુષ્ટિ કરી છે કે ''નમો ટીવી'' પર પ્રસારિત થઈ રહેલી સામગ્રીની તમારા કાર્યાલયની એમસીએમસી કમિટી તરફથી તપાસ નથી કરવામાં આવી.'

ચૂંટણી પંચે લખ્યું કે, ''નમો ટીવીનું કન્ટેન્ટ એક રાજકીય પાર્ટી તરફથી પ્રાયોજિત છે. એવામાં સુપ્રીમ કોર્ટે ૧૩થી એપ્રિલ, ૨૦૦૪ના રોજ આપેલા આદેશના આધારે ૧૫જ્રાક એપ્રિલ, ૨૦૦૪ના રોજ ચૂંટણી પંચે જાહેર કરેલા દિશાનિર્દેશ આ ચેનલ પર લાગૂ પડશે. આ માટે જ ટીવી પર પ્રસારિત થતી દરેક જાહેરખબર, કાર્યક્રમ અને સામગ્રીના પ્રસારણ પહેલા એમસીએમસી કમિટિ તરફથી ખરાઈ કરવી અનિવાર્ય છે.

પત્રમાં ચૂંટણી પંચે લખ્યું છે કે એમસએમસીની ખરાઈ કર્યા વગર ઇલોકટ્રોનિક મીડિયામાં પ્રસારિત થતી તમામ સામગ્રી તાત્કાલિક પ્રભાવથી હટાવવી પડશે. રાજકીય સામગ્રીના પ્રસારણના સંદર્ભમાં ચૂંટણી પંચના નિર્દોશોનું કડકાઈથી પાલન કરવામાં આવશે. ચૂંટણી પંચે દિલ્હીના ચૂંટણી અધિકારીને આ અંગે ઝડપથી સંમતિ રિપોર્ટ આપવાનું કહ્યું છે.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે પીએમ મોદીની બાયોપિક પર રિલિઝના એક દિવસ પહેલા જ ચૂંટણી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી પ્રતિબંધ મૂકી દીધો હતો.

(4:02 pm IST)