Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

સૈન્યને લઈને ભાજપ વિરૂદ્ઘ રાષ્ટ્રપતિને લખવામાં આવેલા પત્ર વિવાદમાં: નકલી હોવાનો દાવો

અનેક સૈન્ય અધિકારીઓએ આ પ્રકારનો કોઈ જ પત્ર લખવામાં આવ્યો હોવાનો જ ઈન્કાર કરી દીધો છે

નવી દિલ્હી, તા.૧૨: સેનાના રાજનૈતિક ઉપયોગને લઈને પૂર્વ સૈન્ય અધિકારીઓ તરફથી રાષ્ટ્રપતિને લખવામાં આવેલા પત્ર મામલે એક નવો જ વિવાદ ઉભો થયો છે. દાવો કરવામાં આવ્યો હતો કે, ત્રણેય સેનાના ૮ પૂર્વ પ્રમુખો સહિત ૧૫૬દ્મક વધુ પૂર્વ સૈન્ય અધિકારીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સેનાના નામે રાજકારણ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી છે. પરંતુ અનેક સૈન્ય અધિકારીઓએ આ પ્રકારની કોઈ જ પત્ર લખવામા આવ્યો હોવાનો જ ઈનકાર કરી દીધો છે.

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ મત્રમાં ફરિયાદ કરવામાં આવી છે કે, ભાજપ સર્જિકલ સ્ટ્રાઈક જેવા સૈન્યના ઓપરેશનનો શ્રેય લઈ રહી છે. તે ઉપરાંત સેનાને મોદીજીની સેના ગણાવવામાં આવી રહી છે. ૧૧ એપ્રિલે જાહેર થયેલી આ ચિઠ્ઠીમાં રાષ્ટ્રપતિને રાજકીય દળોને સેનાનો રાજકીય ઉપયોગ રોકવા માટે પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે. જોકે રાષ્ટ્રપતિ ભવને આ વિશે કોઈ પણ પત્ર મળ્યો હોવાનો ઈન્કાર કર્યો છે.

નોંધનીય છે કે, તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભારતીય સેનાને મોદીજીની સેના કહીને સંબોધન કર્યું હતું. તે સિવાય દિલ્હી બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારી પણ એક રેલીમાં સેનાની વર્ધીમાં જોવા મળ્યા હતા.

પૂર્વ સૈનિકોની ચિઠ્ઠી વિશે કોંગ્રેસે પણ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. કોંગ્રેસ તરફથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે, નરેન્દ્ર મોદી ભલે સેનાના નામે વોટ માંગે પરંતુ દેશની સેના દેશની સાથે જ છે, બીજેપી સાથે નહીં.

આ મામલે પૂર્વ આર્મી ચીફ એસ એફ રોડ્રિંગ્સે આ પ્રકારના કોઈ પત્ર વિષે તેમને જાણ હોવાનો જ ઈનકાર કરી દીધી હતો. પૂર્વ અધિકારીઓના નામે જે પત્ર સકર્યુલેત થઈ રહ્યો છે તેમાં રોડ્રિંગ્સનું નામ સૌથી ઉપર છે. તેમણે કહ્યું હતું કે, હું નથી જાણતો કે આ બધું શું છે. હું મારી જીંદગીમાં રાજકારણથી દૂર જ રહ્યો છું. ૪૨ વર્ષ સુધી અધિકારી પદે સેવા આવ્યા બાદ આમ થઈ જ ના શકે. મારા માટે હંમેશા દેશ પહેલા રહ્યો છે. હું નથી જાણતો કે આ બધુ કોણ કરી રહ્યું છે. ફેક ન્યૂઝનું આ ઉત્તમ ઉદાહરણ છે.

આ ઉપરાંત એર ચીફ માર્શલ એનસી સૂરીએ પણ આ પ્રકારનો કોઈ પત્ર પર સહી કરી હોવાનો ઈનકાર કરી દીધો છે. આ પત્ર કોઈ મેજર ચૌધરીએ લખ્યો છે. જેમણે જણાવ્યું હતું કે, આ પત્ર વોટ્સએપ અને ઈમેલ પર મોકલવામાં આવી રહ્યો છે. આ પ્રકારના પત્રને મારી કોઈ જ સહમતિ નથી મળી. આ પત્રમાં જે કંઈ પણ લખવામાં આવ્યું છે તેની સાથે હું કોઈ જ નિસબત ધરાવતો નથી. અમારા મંતવ્યને ખોટી રીતે રજુ કરવામાં આવ્યું છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન સેના અને સૈન્યના યુનિફોર્મનો ઉપયોગ થવાથી દ્યણાં પૂર્વ સૈન્ય અધિકારીઓએ વિરોધ નોંધાવ્યો છે. આ દરેક અધિકારીઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આ વિશે ચિઠ્ઠી લખી છે. રાષ્ટ્રપતિની સાથે સાથે આ ચિઠ્ઠી ચૂંટણી પંચને પણ મોકલવામાં આવી છે.

(3:53 pm IST)