Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

પબુભા 'પૂર્વ' ધારાસભ્ય થઈ જતા ભાજપની 'સદી' તૂટી

૯૯ સભ્યોમાં કુંવરજીભાઈનો ઉમેરો અને પબુભાની બાદબાકી

રાજકોટ, તા. ૧૨ :. ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીને ગેરકાયદેસર ઠેરવતા ભાજપના ધારાસભ્ય પબુભા માણેક ભૂતપૂર્વ થઈ ગયા છે. કાનૂની નિષ્ણાંતોના મતે હાઈકોર્ટના ચુકાદાની સાથે જ તેઓ પૂર્વ ધારાસભ્ય થઈ ગયા છે. હવે આગળ સુપ્રીમ કોર્ટમાં જઈ સ્ટે. માંગવાનો તેમનો વિકલ્પ ખુલ્લો છે. જો સુપ્રીમમાંથી તેમને સ્ટે. ન મળે તો ૬ મહિનામાં તે બેઠકની વિધાનસભાની પેટાચૂંટણી થવા પાત્ર બનશે.

ડીસેમ્બર ૨૦૧૭ના ધારાસભાના પરિણામ વખતે ભાજપને ૯૯ બેઠક મળેલ કોંગ્રેસના કુંવરજીભાઈ બાવળિયા ભાજપમા જોડાઈને ફરી ચૂંટાતા ભાજપની સદી (૧૦૦ સભ્યો) પુરા થઈ ગયેલ. હવે પબુભાએ સભ્ય પદ ગુમાવતા ભાજપની સભ્ય સંખ્યા ફરી બે આંકડાની (૯૯) થઈ ગઈ છે. કોંગ્રેસના ૫ ધારાસભ્યોના રાજીનામાથી ખાલી પડેલ ૫ બેઠકોની પેટાચૂંટણી ૨૩ એપ્રિલ છે. હાલ કોંગ્રેસ પાસે ૭૦ સભ્યોનુ બળ છે.

(3:52 pm IST)