Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

અડવાણીના વિચારોસ સાથે નિતિન ગડકરી સહમત :વિરોધીઓને દેશદ્રોહી કહેવા અયોગ્ય

અલગ અલગ મંતવ્ય ધરાવતા લોકોનું સમ્માન કરવુ એ જ ખરી રીતે લોકતંત્રનો સાચો આત્મા

નવી દિલ્હી :ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના વિચારોસ સાથે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી સહમત છે નીતિન ગડકરીએ  લાલકૃષ્ણ અડવાણીના બ્લૉગનું સમર્થન કરીને કહ્યુ કે આપણે અલગ અલગ મંતવ્ય ધરાવતા લોકોનું સમ્માન કરવુ જોઈએ કારણકે એ જ ખરી રીતે લોકતંત્રની સાચી આત્મા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ એક બ્લૉગ લખીને આ પ્રકારની વાત કહી હતી, અડવાણીના જ વિચારના આગળ વધારીને ગડકરીએ કહ્યુ કે લોકોના મંતવ્યનું સમ્માન કરવુ જોઈએ. તમને જણાવી દઈએ કે અડવાણી પોતાના બ્લૉગમાં કહ્યુ હતુ કે ભાજપ જ્યારથી અસ્તિત્વમાં આવી છે તેણે ક્યારેય પણ એ લોકોને દુશ્મન નથી માન્યા જે અમારા વિરોધી રહ્યા છે

   લાલકૃષ્ણ અડવાણીએ પોતાના બ્લૉગમં લખ્યુ હતુ કે જે લોકો રાજકીય રીતે અમારા વિરોધી છે તેમને તેમણે ક્યારેય પોતાના દુશ્મન નથી માન્યા. અમે તેમને માત્ર સલાહકાર માન્યા છે. અમે રાષ્ટ્રવાદને ક્યારેયપણ આ રીતે આગળ નથી વધાર્યુ કે જે લોકો લોકતંત્રમાં અમારા વિરોધી છે તે રાષ્ટ્રદ્રોહી છે. અડવાણીના મતનું સમર્થન કરીને ગડકરીએ કહ્યુ કે જે લોકો અમારી સાથે નથી અમે તેમને દેશદ્રોહી નથી કહેતા. આ તેમની અભિવ્યક્તિની આઝાદી છે, અમને એનાથી કોઈ મુશ્કેલી નથી કારણકે લોકતંત્રમાં અલગ અલગ મંતવ્ય હોવા સામાન્ય છે.

(12:27 pm IST)