Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

સુદાનમાં ૩૦ વર્ષનાં શાસનનો અંતઃ રાષ્ટ્રપતિની ધરપકડ બાદ કટોકટી જાહેર

સૂડાનમાં સેનાએ નિરંકુશ રાષ્ટ્રપતિ ઉમર અલ બશીરને ૩૦ વર્ષનાં શાસન બાદ રાજીનામું આપવા માટે મજબુર કરાયા

નવી દિલ્હી, તા.૧૨: સૂદાનમાં સેનાના નિરંકુશ રાષ્ટ્રપતિ ઉમર અલ બશીરને ૩૦ વર્ષોનાં શાસન બાદ રાજીનામું આપવા માટે મજબુર કરી દીધું. સુડાનનાં સંરક્ષણ મંત્રીના અનુસાર સેનાએ નિરંકુશ રાષ્ટ્રપતિની ધરપકડ કરી લીધી છે. સંરક્ષણ મંત્રીએ સરકારી ટીવી પર પોતાના સંદેશમાં કહ્યું કે, આગામી ૩ મહિના સુધી દેશમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી રહી છે. ૧૯૮૯માં સુડાન પર શાન કરનારા બશીરની વિરુદ્ઘ અનેક મહિનાથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, શાસનને હટાવાઇ રહ્યું છે અને ધરપકડ કરાયેલ રાષ્ટ્રપતિને સુરક્ષીત સ્થળ પર રાખવામાં આવશે. તેમણે કહ્યું કે, સુડાનના સંવિધાનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આગામી સુચના સુધી સીમા પારથી કોઇ પણ પ્રકારની હવાઇ યાત્રા ૨૪ કલાક માટે બંધ કરી દેવામાં આવી છે.

આ અગાઉ સરકારી ટીવીએ સમાચાર આપ્યા હતા કે સશસ્ત્ર દળોએ એક મહત્વનો સંદેશ આપવા માંગે છે અને રાષ્ટ્રને તેના માટે રાહ જોવા માટે કહેવામાં આવી રહ્યું છે. સરકાર અને સેનામાં વરિષ્ઠ પદો પર રહેલા બે અધિકારીઓએ નામ જાહેર નહી કરવાની ભલામણ અંગે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે સશસ્ત્ર દળોએ અલ બશીરને રાજીનામું આપવાને મજબુર કરી દીધા છે અને વચગાળાની સરકારની રચના માટે વાતચીત કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સુડાનમાં અલ બશીરના શાસન વિરુદ્ઘ આશરે ચાર મહિનાથી માગ્ર પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. તેને આ પ્રકારનાં અદેશા હતા કે તેઓ સત્તા છોડવા માટે તૈયાર નથી અને તેમને સના હટાવી શકે છે. પૈન અરબ ટીવી નેટવર્કમાં કહેવામાં આવ્યું કે, સત્ત્।ારૂઢ પાર્ટીનાં શીર્ષ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. તેમણે લોગોની ફુટેજ પણ પ્રસારિત કરી છે જે ખાસ કરીને રાષ્ટ્રય ધ્વજ લહેરાવતા તાળીઓ વગાડતા રાષ્ટ્રપતિ ભવન તરફ આગળ વધી રહ્યા હતા. અલ બશીર જે કે કોઇ દેશો માટે અછુત  હતા, શોધખોળમાં અત્યાચારો માટે આંતરરાષ્ટ્રીય યુદ્ઘ અપરાધ અધિકરણને પણ આપી છે. ચશ્મદીદોએ ખામતૌમમાં જણાવ્યું કે, શહેરમાં સવારથી જ મહત્વની ઇમારતો અને સ્થળો પર સેનાને ફરજંદ કરી દેવાઇ હતી.

(11:48 am IST)