Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

જો સિટીઝનશિપ બિલ પાસ થયુ તો આત્મહત્યા કરી લઈશ;ભાજપના ઉમેદવારની ધમકી

મેઘાલયની શિલૉન્ગ સીટથી ભાજપના ઉમેદવાર સનબોર શુલઈએ વિવાદિત નિવેદન

મેઘાલયની શિલૉન્ગ સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સનબોર શુલઈએ એક વિવાદિત નિવેદન આપીને હોબાળો મચાવી દીધો છે. તેમણે મત આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે જો મેઘાલય સહિત પૂર્વોત્તર રાજ્યોમાં નાગરિકતા (સુધારા) બિલ લાગુ થયુ તો તે નરેન્દ્રભાઈ  મોદી સામે આત્મહત્યા કરી લેશે કારણકે તેમના જીવતા તો આ બિલ કોઈ પણ સ્થિતિમાં મેઘાલયમાં લાગુ નહિ થાય. હા જો આ દેશના કોઈ બીજા ભાગમાં લાગુ થશે તો તેમને કોઈ વાંધો નથી.

   અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં કેન્દ્રની સત્તામાં પાછા આવવા પર નાગરિકતા સુધારા બિલ લાગુ કરવાનું વચન આપ્યુ છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે આ એ જ સુનબોર શુલઈ છે જેમણે પીએમ મોદી અને કેન્દ્રીય નેતાઓ અને બિન સરકારી સંગઠનોને એક પત્ર સોંપ્યો હતો કે મેઘાલય અને પૂર્વોત્તર રાજ્યોને નાગરિકતા સુધારા બિલથી છૂટ આપવાની વાત કહેવામાં આવી હતી અને તે ઈચ્છતા હતા કે આ બિલમાં સુધારો થાય

(11:18 am IST)