Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

બિહાર ચૂંટણીમાં ભવ્ય સફળતા બાદ હવે ભાજપનું મિશન બંગાળ :200+નો ટાર્ગેટ

પશ્ચિમ બંગાળની જનતા તૃણમૂલ કોંગ્રેસના તંત્રથી કંટાળી ગઇ છે અને હવે તે બદલાવ ઇચ્છે છે: પ્રભારી કૈલાશ વિજયવર્ગીય

ભાજપ બિહાર ચૂંટણીમાં સફળતા મળ્યા બાદ આવતા વર્ષે એપ્રિલ-મેમાં યોજાનાર પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પોતાની રણનીતિને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યો છે. પાર્ટીના સુત્રોએ આ જાણકારી આપી છે બિહાર વિધાનસભા ચૂંટણીના જાહેર થયેલા પરિણામો રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (રાજગ)ને 243 સભ્યોના સદનમાં 125 બેઠકો પર જીત મળી છે જેમાંથી 74 બેઠકો સાથે ભાજપ રાજ્યમાં બીજી સૌથી મોટી પાર્ટી બની છે, જ્યારે સહયોગી જેડીયુએ 43 બેઠક પર જીત મેળવી છે.

સુત્રોએ જણાવ્યુ કે ભગવા પાર્ટીએ પશ્ચિમ બંગાળની 294 સભ્યોની વિધાનસભામાં 200થી વધુ બેઠકો પર જીત મેળવવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે અને બિહાર ચૂંટણી બાદ હવે તેનું પુરૂ ધ્યાન રાજકીય રીતે મહત્વના પશ્ચિમ બંગાળ પર હશે જે 42 સભ્યોને લોકસભામાં મોકલે છે, આ સંખ્યા બિહારથી બે વધુ છે, તેમણે જણાવ્યુ કે ગત લોકસભા ચૂંટણીમાં 42માંથી 18 બેઠક જીતીને ભાજપે પશ્ચિમ બંગાળમાં સારી પકડ બનાવી છે જે સત્તા પર રહેલી તૃણમૂલ કોંગ્રેસથી માત્ર ચાર ઓછી છે અને રાજ્યની મમતા બેનરજી સરકાર પર અંતિમ સમયના પ્રહાર શરૂ કરવા માટે બિહાર ચૂંટણી પૂર્ણ થવાની રાહ જોવામાં આવતી હતી.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને પશ્ચિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે ભાર આપીને કહ્યુ કે પશ્ચિમ બંગાળમાં પાર્ટીની જીત મોટી હશે અને તે ચૂંટણીમાં બે તૃતિયાંશ બહુમત મેળવશે, તેમણે કહ્યુ, “પશ્ચિમ બંગાળની જનતા તૃણમૂલ કોંગ્રેસના તંત્રથી કંટાળી ગઇ છે અને હવે તે બદલાવ ઇચ્છે છે.” પશ્ચિમ બંગાળના ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે તેમનું સમર્થન કરતા કહ્યુ, “બિહાર બાદ ભાજપ માટે પશ્ચિમ બંગાળ હશે.” દિલીપ ઘોષે કહ્યુ, પાડોશી રાજ્ય બિહારમાં ભગવાની લહેર હતી અને આ તૃણમૂલની પશ્ચિમ બંગાળ સરકારનો પણ સફાયો કરી દેશે. બન્ને રાજ્યમાં માત્ર એટલુ અંતર હશે કે બિહારમાં અમે માત્ર 15 વર્ષથી સત્તામાં છીએ, જ્યારે પશ્ચિમ બંગાળમાં અમે પડકાર આપી રહ્યા છીએ.

રાજ્યના કેટલાક ભાજપના નેતાઓએ કહ્યુ કે બિહાર ચૂંટણીના પરિણામથી સંકેત લઇ પાર્ટી પશ્ચિમ બંગાળમાં પોતાની રણનીતિને નવી રીતે ધાર આપી રહી છે. તૃણમૂલ કોંગ્રેસને ઘેરવા માટે ભાજપ અત્યારે કુશાસન, કાયદો વ્યવસ્થા, હિંસા, ભ્રષ્ટાચાર અને રાજ્ય સરકાર દ્વારા કોવિડ-19 સામે લડવાની રીતના મુદ્દા ઉઠાવી રહી હતી. પશ્ચિમ બંગાળમાં ભાજપના સીનિયર નેતાએ કહ્યુ, “બિહાર ચૂંટણીના પરિણામથી ખબર પડી જશે કે બેરોજગારી, મજૂરોનું પલાયન સંકટનો મુદ્દો કેટલીક બેઠક પર મહત્વપૂર્ણ રહ્યો, માટે અમારે આ મુદ્દા પર ભાર આપવાની જરૂર છે.”

(8:16 pm IST)