Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

બિહારની જીતના જશ્નમાં દિલ્હીમાં :કોરોનાના નિયમોના ધજાગરા ભાજપ પ્રમુખ નડ્ડા કેરેજ કારમાં માસ્ક વિહોણા

સેંકડો સમર્થકો સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન ભૂલી ગયા: મોદી હૈ તો મુમકિન હૈ, મોદી કા કામ નીતીશુ કા નામ,ના સૂત્રો પોકાર્યા

નવી દિલ્હીઃ રાજધાની બુધવારે સાંજે બિહાર વિધાનસભાની શાનદાન જીતનુ ભાજપે શાનદાન જશ્ન કર્યું. પરંતુ તેમાં કોરોના મહામારી અંગેના તમામ નિયમો નેવે મૂકી દેવાયા. ભાજપ પ્રમુખ જેપી નડ્ડા સાંજે 6.15 કલાકે પક્ષ વડામથકે કેરેજ કાર (ખુલ્લી છતવાળી)માં પહોંચ્યા હતા. તેમણે માસ્ક પહેર્યું જ નહતું.જ્યારે સેંકડો સમર્થકો સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન ભૂલી ગયા હતા. જેપી નડ્ડાના સ્વાગત માટે પડાપડી કરી રહ્યા હતા.

બિહાર વિધાનસભાની જીત બાદ ભાજપના વડામથકે દિલ્હીમાં મોવડી મંડળની બેઠકની સાંજે બેઠક મળવાની હતી. જેમા વડાપ્રધાન મોદી પણ આવવાના હતા. તેમનો સમય 6 વાગે સાંજે પહોંચવાનો હતો. પરંતુ કોઇ કારણથી તેઓ લેટ થયા હતા

 

ગૃહમંત્રી શાહ પણ પહોંચ્યા હતા. અલબત્ત થોડા સમય પહેલાં કોરોનામાંથી મુક્ત થયેલા અમિત શાહ માસ્ક સહિતના નિયમોનું પાલન કરતા દેખાયા હતા. બેઠકમાં બિહારની નવી સરકાર માટેની વ્યૂહરચના અને મંત્રીમંડળ અંગે ચર્ચા થવાની સંભાવના છે.

કાર્યકરો અને ભાજપ સમર્થકો કોઇ પણ નિયમોનું પાલન કરતા દેખાયા નહતા અને મોદી હૈ તો મુમકિન હૈ, મોદી કા કામ નીતીશુ કા નામ, અબ કી બાર નીતીશ સરકાર જેના સૂત્રો પોકારી રહ્યા હતા.

(7:52 pm IST)