Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

હવે મોદી કેબિનેટમાં ' મહારાજા' ને મળશે સ્થાન : પેટાચૂંટણીમાં જીતથી સિંધિયાનું વધ્યું રાજકીય કદ

સિંધિયાએ કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડતા મતદારોને પોતાની તરફ ખેચવામાં સફળતા મેળવી

ભોપાલ :મધ્ય પ્રદેશ વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામથી ભાજપના વિજયથી કેટલાક મહિના પહેલા પહેલા ભાજપમાં જોડાનારા પૂર્વ કોંગ્રેસી જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના સમર્થક ઉત્સાહિત છે  સિંધિયાએ કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડતા મતદારોને પોતાની તરફ ખેચવામાં સફળતા મેળવી છે મધ્ય પ્રદેશમાં કુલ 28 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી જેમાં 19 પર જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપને જીત અપાવવામાં સફળ રહ્યા છે. આ જીતથી એવુ સ્પષ્ટ થઇ ગયુ કે આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ નથી પરંતુ તેમનો વિસ્તાર છે. Scindia

 પેટા ચૂંટણી કોંગ્રેસના કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા માટે એક સાખનો સવાલ બની ચુક્યો હતો. જેની સ્ટોરી ત્યારે લખાઇ ચુકી હતી જ્યારે મુખ્યમંત્રીના બનવાથી નારાજ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા હતા, ત્યારથી બન્ને વચ્ચે સૌથી મોટો પડકાર પોતાની શાખ બચાવીને રાખવાનો હતો, જેમાં ઘણી હદ સુધી જ્યોતિરાદિત્ય સિંધિયા સફળ થયા છે. કહેવામાં આવી શકે છે કે કમલનાથના રાજકારણના વર્ષો જૂના અનુભવ પર તે ભારે પડ્યા છે. સિંધિયાની આ જીત માત્ર અહી સુધી સીમિત નથી રહી. હવે આ જીતથી આગળની રાહ પણ ખુલી ગઇ છે. આ રાહ તેમણે કેબિનેટમાં સામેલ થવાના દરવાજા ખોલતા જોવા મળી રહ્યા છે.

  જોકે, આ વાતની પહેલા પણ ચર્ચા થતી રહી છે કે સિંધિયાને કેન્દ્રમાં કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. જે સમયે તે ભાજપમાં સામેલ થયા હતા તે સમયે પણ ચર્ચા હતી કે તેમણે મોદી કેબિનેટમાં જગ્યા મળી શકે છે. જોકે, હવે તેની તક વધી ગઇ છે જેના બે કારણ છે. પ્રથમ પેટા ચૂંટણીમાં મળેલી જીત અને બીજુ કારણ મોદી કેબિનેટમાં કેટલાક મંત્રીઓની જગ્યા ખાલી છે. મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલા જ મોદી કેબિનેટ સાથે જોડાયેલા બે મંત્રીઓનું નિધન થયુ છે. જેને કારણે તેમનો કાર્યભાર બીજા મંત્રીઓ સંભાળી રહ્યા છે. પહેલા જ મોદી કેબિનેટના મોટાભાગના મંત્રીઓ પાસે કેટલાક વધારાના મંત્રાલયોનો ભાર છે. મોદી કેબિનેટના કેટલાક મંત્રી તો 5-7 મંત્રાલયનો કાર્યભાર જોઇ રહ્યા છે. એવામાં એવો અવાજ પણ ઉઠી રહ્યો છે કે તેમના બોઝને ઓછુ કરવુ જોઇએ. અહી કોઇ મંત્રાલયમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું નસીબ ખુલી શકે છે.

 મધ્ય પ્રદેશમાં તેમના વધતા કદને જોતા પણ ભાજપ માટે ક્યાકને ક્યાક આ જરૂર હશે. તમને અહી જણાવી દઇએ કે જ્યારે મધ્ય પ્રદેશમાં શિવરાજ સરકારની રચના થઇ હતી ત્યારે જ્યોતિરાદિત્ય પોતાના પસંદગીના લોકોને મંત્રી પદ અપાવવામાં ઘણી હદ સુધી સફળ રહ્યા હતા. હવે તેમની નજર ઘણા સમયથી કેન્દ્રની કેબિનેટ બેઠક પર છે. કોંગ્રેસની રાહુલ ગાંધીની યુવા બ્રિગેડનો ભાગ રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા 2012ની મનમોહન સરકારમાં વિજળી રાજ્ય મંત્રીના રૂપમાં કામ કરી ચુક્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે ભાજપ સામે ગુનાથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે અત્યારે ભાજપના રાજ્યસભા સાંસદ છે.

(6:37 pm IST)