Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

કમલનાથના નિવાસ સ્થાને કોંગ્રેસે બેઠક બોલાવી : મધ્યપ્રદેશની પેટાચૂંટણીમાં પરાજયનું મંથન કરશે

બેઠકમાં જિલ્લા પ્રમુખોને પણ બોલાવાયા: કાર્યવાહીની લટકતી તલવાર

ભોપાલ :મધ્યપ્રદેશની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે  રાજ્યની જનતાએ ફરી એક વખત ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે  પેટાચૂંટણીમાં ભાજપે 19 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 9 બેઠકો પર પોતાને સંતોષ કરવો પડ્યો હતો. પેટા ચૂંટણીમાં આ પરાજય અંગે ચર્ચા કરવા માટે આજે કમલનાથના નિવાસ સ્થાને પક્ષની એક બેઠક મળી રહી છે.

  આ બેઠકમાં દિગ્વિજય સિંહ, રાજ્યસભાના સાંસદ વિવેક તંખા, અરૂણ યાદવ, અજયસિંહ, સુરેશ પચૌરી, નકુલા નાથ ઉપસ્થિત રહેશે. 28 વિધાનસભા બેઠકોના પ્રભારી અને હારી ગયેલા ઉમેદવારોને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે. બેઠકમાં જિલ્લા પ્રમુખોને પણ બોલાવાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ, મહિલા કોંગ્રેસના અધ્યક્ષો બાદ જિલ્લા પ્રમુખો પણ કાર્યવાહી કરાશે. કોંગ્રેસને જે બેઠકો મળી છે તે જિલ્લા પ્રમુખ સામે કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથ અને પ્રદેશ પ્રભારી મુકુલ વાસ્નિક વચ્ચેની વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(12:56 pm IST)