Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

અમેરિકામાં ગુંચ વધુ ઘેરી બની

ટ્રમ્પે વ્હાઈટ હાઉસ છોડવાથી કર્યો ઈન્કાર, અમેરિકાનાં ૨૪૪ વર્ષના ઈતિહાસમાં આવું કરનાર પહેલા રાષ્ટ્રપતિ : હાર સ્વીકારવા તૈયાર નથી

વોશીંગ્ટન,તા.૧૧ : અમેરિકાના ૨૪૪ વર્ષના ઈતિહાસમાં ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા એવા રાષ્ટ્રપતિ છે જેમણે વ્હાઈટ હાઉસ છોડવાની ના પાડી રહ્યા છે. ટ્રમ્પ હાર સ્વીકારવા તૈયાર નથી. જેનાથી તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ હજું પણ પોતાની હાર સ્વીકારવા તૈયાર નથી. તેઓ જીદ્દ પર અડ્યા છે તે તેઓ ચૂંટણી હાર્યા નથી. ઉલ્લેખનીય છે કે તેમના કાર્યકાળ દરમિયાન તે ત્રીજા રાષ્ટ્રપતિ છે જેમના પર મહાભિયોગ ચાલ્યો છે. ત્યાર વિશેષજ્ઞોનું માનવું છે કે તે રાષ્ટ્રપતિ પદથી હટ્યા બાદ ટ્રમ્પે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે.

 અમેરિકન ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેને ૨૭૦ થી વધારે ઈલેકટોરલ કોલેજના વોટ જીત્યા છે.  એટલા માટે તેમને રાષ્ટ્રપતિ બનવાનો પૂરો અધિકાર છે. જયારે ટ્રમ્પની પાસે કાયદારકીય રસ્તા બહું ઓછા બચ્યા છે.

બીબીસીના એક સમાચાર મુજબ વિશેષજ્ઞોના જણાવ્યાનુંસાર તેમના કાર્યકાળમાં થયેલા કથિત ગોળાટાની તપાસમાં જાણવા મળ્યું છે તેમને રાષ્ટ્રપતિ પદથી હટ્યા બાદ તેમના પર ગુનાહિત કાર્યવાહી ઉપરાંત તેમના મુશ્કેલ આર્થિક સ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે. રાષ્ટ્રપતિ પદ પર રહેતા તેમની વિરુદ્ઘ અધિકારીક કામો માટે કેસ ન ચલાવી શકાય.  પ્રેસ યૂનિવર્સિટીમાં કોનસ્ટીચ્યૂશનલ લોના પ્રોફેસર બેનેટ ગર્શમેને કહ્યું કે એ વાતની સંભાવના છે કે ટ્રમ્પ પર ગુનાહિત મામલાઓ ચલાવવમાં આવશે. ટ્રમ્પ પર બેંક સાથે છેતરપિંડી, ટેકસ છેતરપિંડી, મની લોન્ડ્રિંગ, ચૂંટણીમાં છેતરપિંડી જેવા મામલાના આરોપ લગાવવામાં આવ્યા છે. તેમના કામો સાથે જોડાયેલી જે પણ માહિતી મીડિયામાં આવી રહી છે તે નાણાકીય છે.

 જો કે કેસ અહીં સુધી મર્યાદિત નથી. પરંતું તમને ભારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. આમાં મોટા પાસે ખાનગી દેવું અને તેમના વ્યવસાયમાં મુશ્કેલી સામિલ છે. આવનારા ૪ વર્ષમાં ટ્ર્મ્પને ૩૦ કરોડ ડોલરથી વધારે દેવું ચૂકવવાનું છે. એ પણ ત્યારે જયારે તેમની આર્થિક સ્થિતિ સારી નથી. જો કે ટ્રમ્પ હંમેશા દાવો કરતા આવ્યા છે કે તે પોતાના દુશ્મનોના ષડયંત્રનો શિકાર બન્યા છે. તેમના પર ખોટા આરોપ લગાવાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેમના શાસન દરમિયાન તેઓ ગોળાટાના આરોપોની ન્યાય વિભાગની તપાસ અને આ વર્ષે શરૂઆતમાં તેમના પર ચાલેલા મહાભિયોગથી તે સફળતાપૂર્વક બહાર આવી ગયા હતા. પરંતુ આ તમામ તપાસ અને પ્રક્રિયાઓ રાષ્ટ્રપતિને મળેલા અભિયોગમાં મળેલી સુરક્ષા અંતર્ગત થઈ હતી. ન્યાયીક વિભાવ વારંવાર કહેતું રહ્યું કે રાષ્ટ્રપતિ પદ પર રહેલા વ્યકિતની વિરુદ્ઘ કેસ ન ચલાવી શકાય.

ગર્શમેને કહ્યુ કે આપણે પહેલાથી જાણીએ છીએ કે મતદાતા વિશ્વાસઘાતના આરોપ લગાવી શકાય છે કમ કે મૈનહટન માટે અમેરિકન એર્ટોનીએ ટ્રમ્પને માઈકલ કોહેનની સાથે ષડયંત્રના સાથી ગણાવ્યા છે. વિશેષજ્ઞ ટ્ર્મ્પના પૂર્વ વકીલ માઈકલની વિરૂધ્ધ થયેલી તપાસને પણ યાદ કરી. ૨૦૧૮માં માઈકલ ચૂંટણી ગળબડમાં ગુનેગાર ઠર્યા હતા. તેમના પર ટ્ર્મ્પ સાથે અફેર હોવાનો દાવો કરનારી પોર્ન એકટ્રેસ સ્ટોર્મા ડેનિયલ્સને ૨૦૧૬માં ચૂંટણીમાં પૈસા આપવાનો આરોપ લગાવાયો હતો.

 માઈકલની તપાસ દરમિયાન રાષ્ટ્રપતિ પદના એક ઉમેદવાર ગુનાહિત ગતિવિધીઓ સાથે જોડાયેલા હોવાની વાત હતી. આ ઉમેદવારને ટ્રમ્પના નામ સાથે જોડવામાં આવી રહ્યું હતુ. ૨૦૧૯માં સ્પેશલ કાઉન્સિલ રોબર્ટ મુલરે ૨૦૧૬ના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રશિયાની દખલને લઈને તપાસની રિપોર્ટ સોંપી હતી. જો કે આ રિપોર્ટમાં ટ્રમ્પને કિલન ચીટ આપવામાં આવી હતી. રિપોર્ટમાં ભલે ટ્રમ્પ વિરુદ્ઘ કોઈ પુરાવા ન મળ્યા હોય પણ કહેવામાં આવ્યું હતું કે તેમણે તપાસમાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે. ટ્રમ્પે મુલરને પદ પરથી હટાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ડિસેમ્બર ૨૦૧૯માં ડેમોક્રેટ્સના બહુમત વાળા હાફઉ ઓફ રિપ્રેજેન્ટેટિવમાં તેમના પર અભિયોગ ચલાવાયો પરંતુ ફેબ્રુઆરી ૨૦૨૦માં રિપબ્લિકન્સે બહુમત વાળા સેનેટે તેમને અપરાધ મુકત કરી દીધા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજા એવા અમેરિકન રાષ્ટ્રપતિ છે જેમને મહાભિયોગનો સામનો કરવો પડ્યો હતો.

(12:38 pm IST)