Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

''ઉમ્ર પચપન કી દિલ બચપન કા''

૫૫ની ઉંમરે પોલીસ અધિકારી પ્રેમમાં થયા પાગલ, પ્રેમિકાને મોકલાવ્યું રેતી ભરેલું ટ્રેકટર, SPએ કર્યા સસ્પેન્ડ

જાલોર,તા.૧૧ : કહેવાય છે કે, પ્રેમનો રંગ જયારે ચઢે છે તો ના કાનૂન આડે આવે છે ના કાયદો. પ્રેમી પોતાની પ્રેમિકા માટે ચાંદ-તારા તોડી લાવવાના વાયદા કરી લે છે. આવો જ પ્રેમનો રંગ આજકાલ જાલોર જિલ્લાના જસવંતપુરા પોલીસ સ્ટશનના એક અધિકારીને પણ ચઢ્યો છે. પ્રેમમાં ગળા ડૂબ થયેલા પોલીસ અધિકારીના માથે પ્રેમનું ભૂત એટલી હદે સવાર થઈ ગયું કે, ના તેમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ભાન રહ્યું કે ના પ્રદેશ સરકારના નિયમ અને કાયદાનું. તમામ કાયદાને સાઈડલાઈન કરી આ દબંગ અધિકારી સાહેબે પોતાની પ્રેમિકાના દ્યરે મકાન બનાવવા માટે પ્રતિબંધિત રેતીથી ભરેલું ટ્રેકટર મોકલાવી દીધુ. એ પણ રાતના અંધારામાં નહીં પરંતુ દિવસના અજવાળામાં. આ બધુ અમે પોતાની મરજીની નથી કહી રહ્યા. આ પુરી કહાની પોલીસ અધિકારી અને તેની પ્રેમિકાના ઓડિયો વાયરલ થતા સામે આવી છે. જે પોલીસ અધિકારીને પ્રેમ થયો તેમની ઉંમર ૫૫ વર્ષ આસપાસ છે. પરંતુ, તેમના દિલ હજુ પણ યુવાન દિલની જેમ ધડકી રહ્યું છે. એટલે જ તો જયારે પોલીસ અધિકારીની પત્ની બજારમાં સામાન ખરીદવા માટે ગઈ તો પોલીસ અધિકારીએ પોતાની પ્રેમિકાને ફોન કર્યો અને ૫ મિનિટ માટે પણ દ્યરે આવી જવાનું આમંત્રણ આપ્યું. આ પોલીસ અધિકારીનું નામ છે સાબિર મોહમ્મદ.

 ત્યારબાદ જયારે ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને તેના સમાચાર ચેનલ્સ પર ચાલવા લાગ્યા તો, પોલીસ અધિકારીનું પ્રેમનું ભૂત ઉતરી ગયું. આ મામલો સામે આવતા જ પોલીસ અધિક્ષક શ્યામ સિંહે એસએચઓ મોહમ્મદને સસ્પેન્ડ કરી દેવાનો આદેશ જાહેર કર્યો છે. પોલીસ અધિક્ષક શ્યામ સિંહનું કહેવું છે કે, ઓડિયો સામે આવ્યો છે. તેના આધારે જસવંતપુરા એસએચઓ શાબિર મોહમ્મદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે તપાસ ચાલી રહી છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને મજાથી સાંભળી રહ્યા છે.

ઉલ્લેખનીયછે કે, હિમાચલ પ્રદેશ મંડી જિલ્લામાં  હમણાં પોલીસ બેડાને શરમમાં મુકે તેવી ઘટના સામે આવી હતી. અહીં એક મહિલાને મળવા તેના ઘરે પહોંચેલા પોલીસ જવાને પકડાઈ જવાની બીકે જીવની પરવાહ કર્યા વગર છલાંગ લગાવી દીધી હતી. હાલમાં ઈજાગ્રસ્ત હેડકોન્સ્ટેબલેન આઈજીએમસી શિમલા રેફર કરવામાં આવ્યો છે. આ બાજુ એસપી મંડીએ આરોપી પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો છે, અને જવાન વિરુદ્ઘ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

(11:29 am IST)