Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

દરેક વ્યકિતએ લેવા પડશે કોરોના વેકસીનના બે ડોઝ

ભારતમાં વેકસીનના સ્ટોરેજ અને સપ્લાય નેટવર્ક પર ઝડપથી કામ શરૂ થયું: કેન્દ્રના નિર્દેશથી રાજ્યોએ વ્યાપક તૈયારીઓ શરૂ કરી : સ્વાસ્થ્ય કર્મચારીઓની યાદી તૈયાર થઈઃ એક એપ પણ તૈયાર કરવામાં આવી રહી છેઃ કોલ્ડ સ્ટોરેજ પણ બનાવવામાં આવી રહ્યા છે

નવી દિલ્હી, તા. ૧૧ :. દેશ અને દુનિયામાં કોરોના વેકસીનના સ્ટોરેજ અને સપ્લાય નેટવર્ક પર ઝડપથી કામ થઈ રહ્યુ છે. ભારતમાં કેન્દ્ર સરકારના નિર્દેશ પર રાજ્યોએ વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે તો એવા સ્વાસ્થ્ય કર્મચારીઓની યાદી પણ તૈયાર થવા લાગી છે જેમને સૌથી પહેલા કોરોનાની રસી લગાવવામાં આવશે અને તે પણ સાવ ફ્રીમાં. આ માટે એક એપ તૈયાર કરવામાં આવી રહી છે તો બીજી તરફ નિષ્ણાંતો સ્ટોરેજ અને સપ્લાયના મામલામાં ભારતની મર્યાદાઓ અને સમસ્યાઓને પણ સમજી રહ્યા છે.

ભારતમાં કોરોના વેકસીનના સ્ટોરેજની વ્યાપક તૈયારીઓ થઈ રહી છે. કેન્દ્રના નિર્દેશ પર બધા રાજ્યો યોગ્ય સંખ્યામાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરી રહ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર પણ રાજ્યોની મદદ કરી રહી છે. મહારાષ્ટ્ર સરકારે જણાવ્યુ છે કે કેન્દ્ર સરકાર હરતા ફરતા ફ્રીઝ, કુલર અને બરફવાળા નાના મોટા ફ્રીઝ સાથે સ્ટોરેજ કેપેસીટી વધારવા માટે ૧૫૦ ડીપ ફ્રીઝરની વ્યવસ્થા કરવામાં મદદ કરી રહી છે. રાજ્યમાં સ્વાસ્થ્ય કેન્દ્રોમાં મોટાપાયે બરફવાળા ફ્રીઝ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેની જાળવણી પણ કરી રહ્યા છે.

ફાયઝર કંપનીએ કહ્યુ છે કે વેકસીનને માઈનસ ૭૫ ડીગ્રીમાં સ્ટોર કરવાની જરૂર પડશે. આનો મતલબ એ કે કરોડો ડોઝને માઈનસ ૯૦થી માઈનસ ૬૦ ડીગ્રીના તાપમાનમાં સ્ટોર કરવા ફ્રીઝની કેપેસીટી વધારવી પડશે. નિષ્ણાંતો કહે છે કે આ માટે દુનિયાના કોઈપણ દેશ માટે તૈયારી નથી. નિષ્ણાંતોનું કહેવુ છે કે કોરોના વેકસીન મોંઘી હશે અને તેના સ્ટોરેજ અને ડીલીવરીને વ્યવસ્થા એક પડકાર છે.ભારતમાં વર્તમાન કોલ્ડ સ્ટોરેજની સામાન્ય ક્ષમતા ૪ થી ૫ કરોડ વેકસીન ડોઝની છે. ભારતે પોલીયો માટે કોલ્ડ ચેઈન તૈયાર કરી છે. તેના રસીના સ્ટોરેજ માટે માઈનસ ૨૦ ડીગ્રી તાપમાનની જરૂર હોય છે અને ૨ થી ૮ ડીગ્રી તાપમાનમાં તેની વહેંચણી કરાય છે. નિષ્ણાંતોના મતે ભારતમાં વિજળીની પણ સમસ્યા છે. માત્ર ફ્રીઝની કેપેસીટી વધારવાથી કામ નહી ચાલે પુરતી વિજળીની જરૂર પડશે.

ફાયઝરે પશ્ચિમના દેશોની સરકારે પોતાની વેકસીનની સપ્લાયની વ્યવસ્થા કરી છે. ફાયઝર અને બાયોએન્ટેકનુ કહેવુ છે કે અમે વર્ષના અંત સુધીમાં ૫ કરોડ વેકસીનનો ડોઝ સપ્લાય કરી દેશુ અને ૨૦૨૧ના અંત સુધીમાં ૧.૩ અબજ ડોઝની સપ્લાય કરશું. દરેક વ્યકિતને બે ડોઝની જરૂર પડશે. આનો અર્થ એ કે આ વર્ષે અઢી કરોડ લોકોને જ્યારે આવતા વર્ર્ષે ૬૫ કરોડ લોકોને કોરોનાની રસી લાગી જશે.

ભારતમાં સ્વાસ્થ્ય કર્મચારીઓની યાદી તૈયાર થઈ છે. એટલુ જ નહિ આવતા સપ્તાહ સુધીમાં એપ પણ તૈયાર થઈ જશે પછી તેમા વિગતો અપલોડ થઈ જશે. દરેક વ્યકિતને વેકસીનના બે ડોઝ લગાવવા પડશે. એટલુ જ નહિ ડોકટરોની યાદી પણ તૈયાર થઈ રહી છે.

(11:12 am IST)