Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

બિહારના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા નીતીશકુમારની એન્જીનીયરથી સીએમ સુધીની રોચક સફર

કટોકટી બાદ તેમના સાથી રામ વિલાસ પાસવાન અને લાલુ પ્રસાદ યાદવ લોકસભા ચૂંટણી જીત્યા જયારે નીતીશકુમાર વિધાનસભા હાર્યા : ઇન્દિરા ગાંધીના નિધન બાદ તમામ નેતાઓ સહાનૂભિતીની લહેરમાં તણાયા જયારે નીતીશકુમાર જ્યાંથી બેબે વાર હાર્યા હતા ત્યાંથી જ ચૂંટણી જીત્યા : પવન વિરુદ્ધ ચાલવાનો નીતિશનો ઈતિહાસ

નવી દિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી માટે મત ગણતરીમાં વારંવાર વધઘટ જોવા મળી હતી. સ્પર્ધાના પ્રારંભિક વલણમાં, મહાગઠબંધન આગળ હતું, પરંતુ બપોરે એનડીએએ આગેવાની લીધી હતી. મોડી રાત સુધીમાં ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું અને એનડીએ બહુમતીનો આંકડો પાર કરી ગયું. આવી સ્થિતિમાં નીતિશ કુમારનો ફરી તાજ પહેરાવવામાં આવશે તેવો અંદાજ છે. વર્ષ 1977માં રાજકીય પ્રવાસ શરૂ કરનાર નીતીશ કુમાર વિશે તમને ઘણી વિશેષ બાબતો ખબર નહીં હોય. ત્યારે તેમની તમામ રાજકીય સફર પર એક નજર કરીએ.

69 વર્ષીય નીતીશ કુમારનો જન્મ 1 માર્ચ 1951 ના રોજ પટનાથી 35 કિમી દૂર બખ્તિયારપુરમાં થયો હતો. નીતીશ કુમારે બિહાર કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી બી.ટેક (ઇલેક્ટ્રિકલ)નો અભ્યાસ કર્યો હતો. આ સંસ્થા હવે NIT પટના તરીકે જાણીતી છે. તાજેતરના ચૂંટણી પ્રચાર દરમિયાન બિહારમાં જનતા દળ યુનાઇટેડના નેતા અને મુખ્યમંત્રી નીતીશ કુમારે આ ચૂંટણીને છેલ્લી ચૂંટણી ગણાવી હતી અને તેના પ્રશંસકો સહિતના રાજકીય વિશ્લેષકોને વિચારવા પર મજબુર કરી દીધા હતા

નીતીશના પિતા રામ લખન બાબુ સ્વાતંત્ર્ય સેનાની હતા. તેની પત્નીનું નામ મંજુ સિંહા છે, જે એક શાળાની શિક્ષિકા હતી. 2007માં તેમનું અવસાન થયું. નીતીશ કુમારનો એક પુત્ર છે, જે BIT, Mesra થી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે. નીતીશ કુમાર બટર મસાલાને સૌથી વધુ પસંદ કરે છે.

પવન વિરુદ્ધ ચાલવાનો નીતિશનો ઈતિહાસ રહ્યો છે. 1977 માં, જ્યારે રામ વિલાસ પાસવાન અને લાલુ પ્રસાદ યાદવ જેવા જનતા પાર્ટીના તમામ દિગ્ગજ લોકો લોકસભાની ચૂંટણી જીતી રહ્યા હતા, ત્યારે નીતિશ કુમાર હરનૌતથી વિધાનસભાની ચૂંટણી જીતી શક્યા ન હતા.

સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, નાલંદા જે કુર્મી બહુલ વિસ્તાર છે, તે તેમાં જીતી શક્યા નહીં. જો કે, 1985માં ઈન્દિરા ગાંધીના અવસાન પછી જ્યાં તમામ નેતાઓ સહાનુભૂતિની લહેરથી છલકાઈ ગયા હતા, નીતિશ કુમાર હરનૌતથી જીત્યા હતા. જ્યાં તેઓ પ્રથમ વર્ષ 1977 અને 1980માં હાર્યા હતા. ધારાસભ્ય બન્યા પછી નીતીશ કુમારે ક્યારેય પાછળ વળીને જોયું નહીં

નીતીશ કુમારે તેમની રાજકીય કારકીર્દિનો પાયો 70ના દાયકામાં મૂક્યો હતો, જ્યારે તેઓ બી.ટેકનો અભ્યાસ કરતા હતા. નીતીશે તેમના અભ્યાસ દરમિયાન જય પ્રકાશ નારાયણના આંદોલનમાં જોડાયા. જય પ્રકાશ નારાયણ નીતીશના માર્ગદર્શક હતા. મૃદુભાષી, તીક્ષ્ણ અને સ્પષ્ટવક્તા હોવાને કારણે, નીતિશ કુમારને લોકો પસંદ કરવા લાગ્યા હતા. તેમના દરેક પ્રવચન પર તાળીઓનો અવાજ સંભળાવવા લાગ્યો હતો. વર્ષ 1387માં તેઓને યુવા લોક દળના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા હતા. બાદમાં 1989માં તેમને જનતાદળના મહાસચિવ તરીકે બઢતી આપવામાં આવી.

1989માં નીતિશ કુમારને લોકસભાની ચૂંટણીમાં બાઢથી ઉભા રહેવાનું કહેવામાં આવ્યું. નીતીશ કુમારે સંમત થયા અને આ ચૂંટણીમાં તેણે એક શખ્સને હરાવ્યો હતો, જે શેર-એ-બિહાર તરીકે ઓળખાય છે. તે વ્યક્તિ રામ લખનસિંહ યાદવ હતો.

વી.પી.સિંઘે આ બધી બાબતોની નોંધ લીધી અને તેમને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પદ આપ્યું. જો કે પાસવાન અને શરદ યાદવને કેબિનેટ આપવામાં આવ્યું હતું. તે જ સમયે માર્ચ 1990ની વિધાનસભા ચૂંટણીમાં લાલુએ ટોચનું પદ અનામત રાખ્યું હતું

એ સારા દિવસોમાં લાલુ અને નીતીશ બંને સાથે હતા અને આ મિત્રતા 1994 સુધી સલામત રહી. નીતીશ કુમાર લાલુ પ્રસાદ યાદવને મોટા ભાઈ કહેતા હતા અને આજે પણ નીતીશ લાલુને તે જ નામથી બોલાવે છે. તે સમયે બિહારનું વિભાજન થયું ન હતું. બિહારમાં 324 વિધાનસભા બેઠકો હતી. નીતીશની પાર્ટી માત્ર 7 બેઠકો જીતવામાં સફળ રહી. જો કે 1995ની ચૂંટણીમાં તેમણે 167 બેઠકો જીતી હતી

(10:54 am IST)