Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

એફ.પી.ઓને ઓપ્શન ઇન ગુડ્ઝનાં સોદાથી પરિચિત કરાવવાની એનસીડેકસની પહેલ

હવે એફ.પી.ઓ વાવેતરના સમયે જ આવકના સમયનાં પુટ ઓપ્શન ખરીદી શકશેઃ આ પહેલ હાલમાં વાવેતરના સમયગાળામાં રહેલી બે કોમોડિટી ચણા તથા સરસવ માટે

મુંબઇ, તા.૧૧: ભારતનાં અગ્રણી કૃષિ કોમોડિટી એકસચેન્જ NCDEX એ એફ.પી.ઓને ઓપ્શન ઇન ગુડ્ઝના સોદાથી પરિચિત કરાવવા માટેની વિશેષ યોજના શરૂ કરી છે.  આ નવી પહેલમાં ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન ( FPO) સરસવ તથા ચણાનાં પાક આવવાના સમયનાં પુટ ઓપ્શન અત્યારથી જ એકસ્ચેન્જનાં પ્લેટફોર્મ ઉપર ખરીદી શકશે.

આ નવી ઓફર સેબીના સહયોગથી શરૂ કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં કારોબાર કરવામાં સહયોગ કરવા માટે રેગ્યુલેટરી ફી જતી કરીને ખેડૂતોને સહયોગ  કરવામાં આવશે. જેમાં ખેડૂતો ચણા તથા સરસવમાં હાલનાં વાવેતરના સમયમાં પુટ ઓપ્શન ખરીદી શકશે.

આ પ્રસંગે એનસીડેકસનાં એમ.ડી અને સી.ઈ.ઓ વિજય કુમારે જણાવ્યું હતું કે આ એક એવી પહેલ છે જે નવા યુગનું નિર્માણ કરશે. એનસીડેકસ ૨૦૦૩ થી વિવિધ કોમોડિટીમાં વાયદાના કારોબાર  ઓફર કરે છે તથા ખેડૂતોને પોતાની અભેદ  તથા ભાવનાં સંશોધનની પારર્દર્શી પ્રણાલિ સાથે જોખમ પ્રબંધનમાં મદદ કરે છે. હવે ઓપ્શન્સ ઇન ગુડ્ઝના સોદા ઉપલબ્ધ કરીને એકસચેન્જે વાવેતરના સમયે જ ખેડૂતોને તેમની નિપજનાં ભાવ નક્કી કરી આપવાનું સશકત ટૂલ ઓફર કર્યુ છૈ. આ સાથે જ તેમનો વધતા ભાવની સાથે વધુ નફો કમાવાનો અધિકાર પણ જાળવી રાખ્યો છે.  

ઓપ્શન્સ ઇન ગુડ્ઝ ખેડૂતોને/ એફ.પી.ઓને તેમની નિપજનાં વેચાણ ભાવ વાવેતરના સમયે જ નક્કી કરવાની તક આપે છે. સાથે જ જો ભાવ વધે તો તેનો લાભ લેવાનો હક પણ આપે છે. પ્રિમિયમ અહીં પહેલેથી જ નક્કી હોય છે. ખેડૂતો તેને કોસ્ટ કલ્ટીવેશન ગણી શકે. આ પ્રકારના સોદા ખેડૂતોને તેમના વળતરની ગણતરી કરવામાં વિશેષ મદદરૂપ થાય છે. તથા વાવેતરના સમયે જ કયો પાક લેવો તેનો સચોટ નિર્ણય લેવામાં સહાય કરે છૈ. એનસીડેકસે આજે કરેલી પહેલ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં અને તેમની આવક વધારવા માટે બજારમા ઉપલબ્ધ આધુનિક ટૂલ્સથી પરિચિત કરાવવામાં એકસચેન્જની આગવી ભૂમિકા હોવાની અનુભૂતિ કરાવે છે.

એનસીડેકસ સંખ્યાબંધ એફ.પી.ઓ સાથે સંકળાયેલું છે અને આ સંગઠનોની સંખ્યા ઉત્તારોતર વધતી જાય છે. આમાના અમુકે તો ઓપ્શન ટ્રેડિંગમાં પ્રાયોગિક સોદા પણ કરી જોયા છે અને તેમને આ પ્રકારનાં વેપારની સરળતા તથા લાભ પણ સમજાઇ ગયા છે.   

આ પ્રસંગે વિજયકુમારે ઉમેર્યું હતું કે આ ઓફર બાદ હવે નવી સિઝનનાં ભાવો સામે વધુને વધુ એફ.પી.ઓ પુટ ઓપ્શનનાં સોદા મારફતે ઘટતા ભાવો સામે સુરક્ષિત થશે તેવો મને વિશ્વાસ છે. આ ટૂલ બેંકો તથા અન્ય નાણાકિય સંસ્થાનો માટે પણ વિશેષ લાભપ્રદ છૈ. કારણ કે આ સંસ્થાનો ખેડૂતોને કોમોડિટી ફાયનાન્સ આપતા હોય છૈ અને જો ભાવ તુટે તો ખેડૂતોની સાથે તેમની પરેશાની પણ વધતી હોય છે. 

'આ પ્રસંગે એનસીડેકસનાં એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ-પ્રોડકટ હેડ, કપિલ દેવે જણાવ્યું હતું કે મને આનંદ છે કે એક એકસચેન્જ તરીકે અમને ખેડૂતો માટે આ ઓફર કરવાની તક મળી છે. સેબીના સહકાર અને ખેડૂતોના વિકાસ માટેની પતિબધ્ધતા વિના આ શકય બન્યુ નહોત. અમારા પ્લેટફોર્મ  ઉપર દ્યણી કોમોડિટીના ઓપ્શન સોદા ઉપલબ્ધ છે. અને આ બે કોમોડિટીનાં સોદામાં સફળતા પૂર્વક ભાગ લીધા બાદ ખેડૂતો અન્ય કોમોડિટી માટે પણ આ વિકલ્પ તરફ વળશે.

જાન્યુઆરી-૨૦ માં સેબીઐ કોમોડિટી એકસચેન્જોને ઓપ્શન્સ ઇન ગુડ્ઝ શરૂ કરવાની પરવાનગી આપી હતી. જે અંતર્ગત એનસીડેકસે ઘઉં, સરસવ તથા મકાઇ- ફીડ/ઇન્ડ. ગ્રેડ માં ૨૭ મી જુલાઇ -૨૦ થી આ સોદા શરૂ કર્યા હતા. ત્યારબાદ ચણા, સોયાબીન, ગુવાર ગમ, તથા ગુવાર સીડનાં સોદા પણ શરૂ કરવામાં આવ્યા હતા. ઓપ્શન્સ ઇન ગુડ્ઝનાં સોદા વાયદાની ડિલીવરીના દિવસે ફરજીયાત ડિલીવરી મારફતે સેટલ થશૈ. બાકીનાં ધારાધોરણો જે તે કોમોડિટીનાં વાયદાનાં ધારાધોરણો પ્રમાણે રહેશે. એનસીડેકસ કષિપેદાશોમાં ઓપ્શન્સ ઇન ગુડ્ઝનાં સોદા શરૂ કરનારું ભારતનું પ્રથમ એકસચેન્જ છે.

(10:08 am IST)