Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

બિહાર ચૂંટણી : હલસા બેઠકમાં રીકાઉન્ટિંગમાં રાજદના શક્તિસિંહ યાદનો 13 મતે પરાજય

550 મતથી આગળ ચાલી રહ્યાં બાદ હવે પરિણામ વિરુદ્ધ આવ્યું

બિહાર ચૂંટણી 2020માં આ વખતે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. કેટલીક બેઠકો પરથી મંત્રી હારી ગયા છે અથવા પાછળ ચાલી રહ્યા છે. આ દરમિયાન હિલસા વિધાનસભા મત વિસ્તારથી વર્તમાન ધારાસભ્ય માત્ર 13 મતથી હારી ગયા છે. તેઓ રિકાઉન્ટિંગમાં હાર્યા છે.

બિહારમાં એક-એક મત મહત્વનું બની રહ્યું છે એ વાત બિહાર વિધાનસભાની હિલસા બેઠકે સાબિત કરી દીધી છે. પ્રથમ રાઉન્ડની ગણતરીમાં RJD ધારાસભ્ય શક્તિ સિંહ યાદવ હિલસા વિધાનસભા મત વિસ્તારથી JDUના ઉમેદવાર ક્રિશ્ના મુરારી શરણ ઉર્ફ પ્રેમ મુખિયાથી 550 વોટ આગળ ચાલી રહ્યા હતા. પરંતુ રિકાઉન્ટિંગ કરાવવામાં આવ્યું. હવે પરિણામ રાજદ ઉમેદવારની વિરુદ્ધ જતુ રહ્યું અને ધારાસભ્ય શક્તિ સિંહ યાદવ તેમના વિરોધીથી માત્ર 13 વોટથી હારી ગયા.

શેખપુરા જિલ્લાના બરબીઘામાં પણ કાંટાની ટક્કર જોવા મળી. અહીં કોંગ્રેસના ગજાનંદ શાહી ઉર્ફ મુન્ના શાહી અને કોંગ્રેસ છોડી JDUમાં સામેલ થયેલા સુદર્શન વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી હતી. દરેક રાઉન્ડમાં બંને ઉમેદવારો વચ્ચે માત્ર 500 જેટલા મતોનો અંતર હતો. અંતે કોંગ્રેસ ઉમેદવાર ગજાનંદ શાહી માત્ર 135 વોટથી JDUના સુદર્શનને હરાવી ફરીથી બરબીઘા બેઠક પર કબજો જમાવી લીધો.

(12:00 am IST)