Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

શું રફાલ કોઇ નવો ટ્રક છે કે તેના પર ''લીંબૂ મરચા'' ટીંગાડ્યા ?: શરદ પવાર

મને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે લેવાયેલા નિર્ણયો પર કોઇ શંકા નથી.

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે રફાલની પૂજા કરવા સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું છે કે શું રફાલ કોઇ નવો ટ્રક છે કે તેના પર લીંબૂ મરચા ટીંગાડ્યા છે? પવારે કહ્યું કે મને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે લેવાયેલા નિર્ણયો પર કોઇ શંકા નથી.

પરંતુ મેં વાચ્યું છે. ખબર નથી કે તે વાત સાચી છે કે ખોટી. પરંતુ કોઇ તેના પર શું કહેશે કે જયારે રફાલ યુદ્ઘ વિમાન પર લીંબૂ મરચા ટીંગાડાયા હોય. કે જેથી તેને ખરાબ નજરથી બચાવી શકાય.આ તો એવુ કરાયું કે જાણે તે નવો ખરીદાયેલો ટ્રક હોય.

આ પહેલા વરિષ્ઠ કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગેએ રફાલની પૂજાને તમાશો ગણાવતા કહ્યું હતુ કે આ પ્રકારની ડ્રામાની કોઇ જરૂરિયાત નહોતી. 

(1:16 pm IST)