Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

મંગળ ઉપર ચડાઇઃ ઇસરોના ધમધમાટ

૨૨-૨૩ સુધીમાં મંગળ ઉપર લેન્ડર યાન મોકલવાની પણ યોજનાઃ પ્રથમ મંગળયાન હજુ પણ કામ કરે છે

નવી દિલ્હી : ઈસરો આગામી બે થી ત્રણ વર્ષની અંદર ફરી દુનિયાની સામે પોતાની સિદ્ઘિઓ સાબિત કરશે. ઈસરોએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી જાણકારી આપી છે કે ૨૦૨૨ કે ૨૦૨૩માં તેઓ ભારતનું સૌથી ઉત્કૃષ્ટ અંતરિક્ષ મિશન ફરી મોકલવાની તૈયારી કરી રહ્યું છે માર્સ ઓર્બિટર મિશન ૨ . આ મિશનનું નામ હશે

 આ વખતે પણ માર્સની ચારે બાજુ ચક્કર લગાવનાર ઓર્બિટર મોકલવામાં આવશે. પરંતુ શકયતા એવી પણ જોવાઈ રહી છે કે મંગલયાન પર લેન્ડ રોવર પણ મોકલવામાં આવી શકે છે. પહેલું મંગળયાનનું લોન્ચિંગ ૫ નવેમ્બર, ૨૦૧૩ના રોજ કરાયું હતું. પરંતુ તેને મંગળની કક્ષમાં પહોંચ્વા માટે ૧૧ મહિના લાગ્યા હતા. ઈસરોના વૈજ્ઞાનિકોએ મંગળયાનને ૬ મહિના માટે મંગળની કક્ષ માટે મોકલ્યું હતું પરંતુ તે હજુ ૬ વર્ષ બાદ પણ કામ કરી રહ્યું છે. અને મંગળની જાણકારીઓ ઈસરોના સેન્ટરને મોકલે છે

(1:12 pm IST)