Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

કર્ણાટકનાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વરાની 30 જગ્યાઓ પર દરોડા : 4.52 કરોડની વસૂલાત

પરમેશ્વર સંબંધિત ટ્રસ્ટ સંચાલિત મેડિકલ કોલેજમાં ઇન્કમટેક્સ વિભાગને ગેરરીતિઓ મળી

બેંગ્લુરુ : ઇન્કમટેક્સના ડાયરેક્ટર જનરલ -પતંજલિ દ્વારા કર્ણાટકના ભુતપૂર્વ ડેપ્યુટી સીએમ જી પરમેશ્વરાના ને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતા. જી પરમેશ્વરાના આશરે 30 જેટલા સ્થાનો પર આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. સાથે સાથે તેમની માલિકીની મેડિકલ કોલેજ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 4.52 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી આર એલ જલપ્પાની માલિકીની કોલારની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પણ  દરોડા પાડ્યા હતા.

આઇ-ટી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે પરમેશ્વરાથી સંકળાયેલા 30 જેટલા સ્થળો ઉપર આ દરોડા પાડવામાં આવ્યા હતા. પરમેશ્વર સંબંધિત ટ્રસ્ટ સંચાલિત મેડિકલ કોલેજમાં ઇન્કમટેક્સ વિભાગને ગેરરીતિઓ મળી છે.

આ દરોડા અંગે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, દરોડા 'રાજકીય પ્રેરિત' હતા. પરમેશ્વરા, જલપ્પા અને અન્ય લોકો પર આઇટી દરોડા રાજકીય કિન્નાખોરીના ઇરાદાથી પ્રેરિત છે. તેઓ માત્ર આઈ.એન.સી.કાર્નાટક નેતાઓને જ નિશાન બનાવી રહ્યા છે કેમ કે તેઓ નીતિ અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર અમારો સામનો કરવામાં નિષ્ફળ ગયા છે.

   કર્ણાટક વિધાનસભાના ત્રણ દિવસીય શિયાળુ સત્ર દરમિયાન બીએસ યેદિયુરપ્પા સરકારને નિશાન બનાવવા માટે વિપક્ષ દ્વારા આવકવેરાના દરોડા ઉભા કરવામાં આવે તેવી સંભાવના છે.

(11:54 am IST)