Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

VRS એક પેકેજ છેઃ નિવૃતિ જેવા લાભ ન મળેઃ કોર્ટ

સેવા નિવૃતિ અને સ્વૈચ્છીક સેવા નિવૃતિમાં ફેર છેઃ બંને એક સમાન લાભ લેવા માટે હકદાર નથી

નવી દિલ્હીઃ  સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના(વી.આર.એસ ) એક કંપલીટ પેકેજ છે કર્મચારીઓ દ્વારા તેના પર વધારાના લાભ અને સુવિધાની માંગણી કરવી દુર્ભાગ્યપૂર્ણ અને નકામી છે . જસ્ટીસ સંંજય કિશન કૌલ અને જસ્ટિસ કે.એમ જોસેફની બેન્ચે કહ્યું રિટાયરમેન્ટ અને એવી આરએફ માં ફરક છે. જે લાભ કાર્યકાળ પૂરો થતાં રિટાયર લોકોને મળે છે તે લાભ વીઆરએસ લેનારા લોકોને ન મળી શકે .

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે કર્મચારી મરજીથી સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ લે છે ત્યારે તે નોકરી થતા સાથે સંબંધો સમાપ્ત કરે છે તેનો કાર્યકાળ પૂરો નથી થતો . આ નિર્ણય તે સભાન અવસ્થામાં જાતે લેશે તેના પર આવો નિર્ણય ઠોકી બેસાડવામાં નથી આવતો .

તેને વીઆરએસ થી થતા લાભ નુકસાન બાબતે પૂરેપૂરી ખબર જ હોય છે કોર્ટે આ ટીપ્પણી ifci માંથી વીઆરએસ લેનારા કર્મચારીઓના કેસમાં કરી હતી કોર્ટે કહ્યું કે વીઆરએસ એક આર્થિક પેકેજ છે અને પેન્શન તેનો ભાગ છે આ સાથે જ કોર્ટે ifci ની તરફેણમાં ચુકાદો આપતા વીઆરએસ લેનારા કર્મચારીઓને અન્ય લાભ આપવાની ના પાડી દીધી ભારત સરકારના ઉપક્રમે ifci ના કેટલાક કર્મચારી હોય બીઆરએસ ૨૦૦૮ હેઠળ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી આ કર્મચારીઓએ પછીથી પેન્શનમાં થયેલા સુધારાના આધારે પોતાનો દાવો કર્યો હતો દિલ્હી હાઈકોર્ટે ૨૦૧૭માં કર્મચારીઓની અરજી ફગાવી દીધી હતી આ લોકોએ આ આદેશને હાઇકોર્ટની ખંડપીઠ માં પડકાર્યો હતો જ્યાં ૨૦૧૯માં ચુકાદો તેમની તરફેણમાં આવ્યો હતો આ ચુકાદાને ifci એ સુપ્રીમમાં પડકાર્યો હતો ifci નો અપીલ સ્વીકારતા હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો હતો.

(11:34 am IST)