Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

નીતા અંબાણીનું સપનું: ભારતમાં ફીફા-ઓલિમ્પિકસ રમાય

ભારત ખરા અર્થમાં દુનિયાનું નવું - યુવાન સ્પોટિંગ પાવર હાઉસ બન્યું છેઃ તમામ રમતો માટેનું અનુકુળ વાતાવરણ : આદેશ માટે કશું અસંભવ નથીઃ રિલાયન્સ ફાઉન્ડેશન દેશભરના ૨ કરોડથી વધુ બાળકો સુધી પહોંચી ગયેલ છે

લંડનઃ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઇઓસી)ના સભ્ય અને રિલાયન્સ ફઉન્ડેશનનાં સ્થાપક ચેરપર્સન નીતા અંબાણીએ રમતજગતમાં આંતરરાષ્ટ્રીય આગેવાનોને ભારતને પુષ્કળ તકોનો દેશ ગણવા અપીલ કરી હતી અને તેમણે વિશ્વનાં આ યુવાન રાષ્ટ્રમાં ઝડપથી વિકસતી સ્પોર્ટ્સઇકોસિસ્ટમમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું.

 વિશ્વમાં સૌથી પ્રતિષ્ઠિત ગ્લોબલ સ્પોર્ટ્સ લીડર્સ કોન્કલેવ લીડર્સ વીક ૨૦૧૯ લંડનમાં 'ઇન્સ્પાયરીંગ એ બિલિયન ડ્રીમ્સઃ ધ ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટી' વિષય પરના સ્પીચમાં શ્રીમતી અંબાણીએ કહ્યું હતું કે, '૧.૩ અબજ લોકો ધરાવતો દેશ આંતરરાષ્ટ્રીય મંચ પર ટોચનાં મેડલ વિજેતા દેશોમાં સ્થાન ન મેળવી શકે એવું કોઈ કારણ નથી. મને આશા છે અને મારૂ સ્વપ્ન છે કે, ભારત દુનિયામાં ઓલિમ્પિકસ અને ફિફા વર્લ્ડ કપ જેવી સૌથી વધુ આઇકોનિક સ્પોર્ટિંગ ચેમ્પિયનશિપમ જેવી કેટલીકનું આયોજન કરે.'

શ્રીમતી અંબાણીએ કહ્યું હતું કે, અત્યારે ભારતમાં તમામ રમતો માટે સૌથી વધુ સાનુકૂળ, પ્રોત્સાહનજનક અને પ્રેરક વાતાવરણ જોવા મળે છે, જે અગાઉ કયારેય જોવા મળ્યું નથી. ભારત ખરાં અર્થમાં દુનિયામાં સૌથી નવું અને યુવાન સ્પોર્ટિંગ પાવરહાઉસ બની રહ્યું છે.

 શ્રીમતી અંબાણીએ કહ્યું હતું કે, 'અમારો શાળાઓ અને કોલેજો માટે આરએફ યૂથ સ્પોર્ટ્સ પ્રોગ્રામ ૯ મિલિયન બાળકોને આંબી ગયો છે. રિલાયન્સ ફઉન્ડેશન જુનિયર એનબીએ પ્રોગ્રામથી ૧૧ મિલિયન બાળકોને અસર થઈ છે. સંપૂર્ણપણે જોઈએ તો તમામ રમતોમાં રિલાયન્સ ફઉન્ડેશન દેશભરમાં ૨૧.૫ મિલિયનથી વધારે બાળકોનાં જીવનને સ્પર્શે છે.લૃ શ્રીમતી અંબાણીએ જણાવ્યું હતું કે, ત્રણ ઉદ્દેશો હાંસલ કરવા છે - કોઈ બાળક રમતથી વંચિત ન રહે અને રાઇટ ટૂ સ્પોર્ટને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કરવામાં આવે, ભારત ગ્લોબલ સ્પોર્ટ્સ પાવરહાઉસ તરીકે બહાર આવે તથા દુનિયામાં શાંતિનાં માધ્યમ તરીકે સ્પોર્ટ્સ કામ કરે. આ રીતે તેમણે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ પર શ્રદ્ઘાંજલિ અર્પણ કરી હતી. આ કોન્કલેવમાં ગ્લોબલ બ્રાન્ડ્સનું પ્રતિનિધિત્વ કરતાં ૩૦૦થી વધારે ઓદ્યોગિક આગેવાનો ઉપસ્થિત હતાં.

(11:34 am IST)