Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

Jioની મહત્વની જાહેરાતઃ યુઝર્સે નહી ચુકવવા પડે કોલિંગના પૈસા

મુંબઇ, તા.૧૧: Reliance Jio એ પોતાનાં કસ્ટમર્સને નોન જિયો કોલિંગ પર પૈસા લેવાનો નિર્ણય લીધો છે. પરંતુ અત્યાર સુધી લોકોને કન્ફયુઝન હતી કે તે કઇ રીતે લાગુ  થશે. રિલાયન્સ જિયોનું એક સ્ટેટમેંટ આવ્યું છે ત્યાર બાદ હવે લોકોને આ મહત્વપુર્ણ સવાલનો જવાબ મળી ચુકયો છે. રિલાયન્સ જીયોએ કહ્યું કે, જે કસ્ટમર્સે ૯ ઓકટોબર પહેલા પોતાનાં નંબર પર રિચાર્જ કર્યું હતું તે નોન યુઝર્સને પણ ફ્રી કોલિંગ કરી શકશે. પરંતુ જેમ કે આ પ્લાન એકસપાયર થશે તમને નોન જિયો કોલિંગ માટે પૈસા ચુકવવા પડશે.

Reliance Jio એ એક ટ્વીટ કર્યું છે. તેમાં કંપનીએ કહ્યું કે, જો તમે ૯ ઓકટોબર અથવા તે અગાઉ રિચાર્જ કરાવ્યું છે તો તમે ફ્રી કોલ કરી શકશો. (નોન જિયો કસ્ટમર્સને)ને પણ. જયા સુધી તમારો પ્લાન એકસપાયર નથી થઇ જતું. રિલાયન્સ જીયોનાં સૌથી પોપ્યુલર પ્લાનની વેલિડિટી ૮૪ દિવસ માટેની છે. જો કે કેટલાક પેકસ એક વર્ષની વેલિડિટી વાળાછે, તો શું તમે એક વર્ષ સુધી નોન જીયો કસ્ટમર્સ પર કોલિંગનાં પૈસા નહી આપવા પડે ?

જો તમે ૯ ઓકટોબર અથવા તે અગાઉ ૩૯૯  રૂપિયાનાં પ્લાન સાથે પોતાનો જિયો નંબર રિચાર્જ કરાવેલો છે તે ૮૪ દિવસ સુધી તમે નોન જિયો નંબર પર કોલ કરી શકશો. જો કે હાલ પણ ૧ વર્ષના વેલિડિટી પ્લાન અંગે કલેરિટી નથી. આ યુઝર્સ સાથે શું થશે. ઉલ્લેખનીય છે કે, TRAI એ જયારે IUC એટલે કે Interconnect usage charge ને ૨૦૧૭માં ૧૪ પૈસાથી ઘટાડીને ૬ પૈસા કરવામાં આવ્યું હતુ તો આ વર્ષના અંત સુધીમાં તેને ૦ કરવામાં આવી શકે છે.

(10:03 am IST)