Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ગાર્બેજ કેફેઃ આ કેફેમાં પ્લાસ્ટિક લાવો અને ભરપેટ ભોજન કરીને જાવ

અહીં અડધો કિલો પ્લાસ્ટિક લાવવા પર નાસ્તો અને એક કિલો પ્લાસ્ટિક લાવવા પર ભરપેટ ભોજન મળશ

અંબિકાપુર, તા.૧૧: પર્યાવરણ પ્રતિ લોકોને જાગૃત કરવા અને દેશને પ્લાસ્ટિક મુકત બનાવવા માટે છત્ત્।ીસગઢમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. રાજયના આરોગ્યપ્રધાન ટીએસ સિંહદેવે રીબન કાપી તેનું ઉદઘાટન કર્યું હતું. આંતરરાજય બસ સ્ટેન્ડમાં શરુ થયેલ કેફે મોટા શહેરોમાં સંચાલિત થતાં કેફેથી એકદમ અલગ અને અનોખો છે. અહીં અડધો કિલો પ્લાસ્ટિક લાવવા પર નાસ્તો અને એક કિલો પ્લાસ્ટિક લાવવા પર ભરપેટ ભોજન મળશે.

કેફે કેવળ કચરો લાવવાવાળા લોકો માટે નહીં, બલકે શહેરના દરેક વર્ગ માટે છે. અહીં સ્વાદિષ્ટ વ્યંજનોનો આનંદ લઇ શકાય છે. સ્વચ્છતાના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તર પર ઓળખ બનાવવાવાળા અંબિકાપુરમાં સંભવતઃ આ પ્રકારનું પહેલું કેફે છે.જેના દ્વારા મોટા શહેરો અને મહાનગરોમાં સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે કે સ્વચ્છતાના ક્ષેત્રમાં જનમાનસને જોડીને બહેતર કામ કરી શકાય છે.

શહેરના મેયર ડોકટર અજય તિર્કીની આગવી વિચારણા અને કલ્પનાથી શરુ થયેલાં કેફેનું નામકરણ મોર ધ વેસ્ટ, બેટર ધ ટેસ્ટ રાખવામાં આવ્યું છે. તેમનું માનવું છે કે કેફેના સંચાલનમાં સ્વચ્છતા સાથે જોડાયેલાં લોકોની સહભાગિતા વધશે. કેફેના આરંભ પહેલાં જ ભારત સરકાર ઉપરાંત સાફસફાઈ માટે ચર્ચિત વિશ્વના અન્ય દેશોએ ટ્વીટ કરી વખાણ કર્યાં હતાં.

(10:05 am IST)