Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

નવાઝ પુત્રી મરિયમને સમન્સ : લાંચ વિરોધી કોર્ટે લાલ આંખ કરી

ઇસ્લામાબાદ, તા.૧૧ : પાકિસ્તાનની ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટે જેલવાસ ભોગવતા પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝને લંડન સ્થિત અવેનફિલ્ડ એપાર્ટમેન્ટના હાઇ પ્રોફાઇલ કેસમાં ખોટું ટ્રસ્ટનામું રજુ કરવા બદલ તા.૧૯ જુલાઇએ કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યા છે.

સુપ્રીમ કોર્ટે પનામા પેપર્સ કેસમાં નવાઝ શરીફ વિરૂધ્ધ આપેલા ચુકાદા સંદર્ભે નેશનલ એકાઉન્ટેબિલિટ બ્યુરોએ ગયા વર્ષે દાખલ કરેલા ત્રણ કેસ પૈકી એક અવેનફિલ્ડ પ્રોપર્ટીઝ કેસ છે.

શરીફ કુટુંબના લંડનસ્થિત અવેનફિલ્ડ હાઉસમાં આવેલા એપાર્ટમેન્ટની માલિકી બાબતનો આ કેસ છે. તેઓ એકાઉન્ટેબિલિટ કોર્ટે પાકિસ્તાન મુસ્લિમ લીગ - નવાઝના ઉપાધ્યક્ષ છે.

(4:16 pm IST)