Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

કર્ણાટક રાજકીય સંકટ

સુપ્રિમ કોર્ટનો આદેશ : રાજીનામા પ્રશ્ને સ્પીકર આજે જ નિર્ણય લ્યે : સાંજે ૬ સુધીની આપી મહેતલ

વધુ બે પ્રધાનોના રાજીનામા : બાગીઓની સંખ્યા ૧૬ : સંખ્યાબળ ૧૧૮ થી ઘટીને ૧૦૦

નવી દિલ્હી, તા. ૧ર : કર્ણાટકમાં રાજકીય સંકટ પર આજે સૂપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કહ્યું છે કે, કર્ણાટકના સ્પીકરે બળવાખોર ધારાસભ્યો પર આજે જ નિર્ણય લેવો પડશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા પ્રદાન કરવાનો પણ આદેશ આપ્યો હતો. એ સાથે ધારાસભ્યોને કહ્યું કે તે આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં સ્પીકર સામે રજુ થાય.

આપને જણાવીએ કે કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકાર પર સંકટ તોળાઇ રહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસના અને જેડીએસ પાર્ટીના ૧૦ બળવાખોર ધારાસભ્યો દ્વારા બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં વિધાનસભા અધ્યક્ષ પર આ બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર કરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ દીપક ગુપ્તા અને અનિરુદ્ઘ બોઝની પીઠે આ અરજી પર સુનાવણી કરી હતી. અરજીમાં વિધાનસભા સ્પીકરને બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર કરવાનો નિર્દેશ કરવાની માંગ કરવામાં આવી હતી.

જેના પર આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કર્ણાટકના સ્પીકરને બળવાખોર ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લેવા આદેશ આપ્યો છે. વિધાનસભા સ્પીકરે આ નિર્ણય ગુરુવારે એટલે કે આજે જ કરવો પડશે. સુપ્રીમ કોર્ટે આ ઉપરાંત કર્ણાટકના ડીજીપીને તમામ બળવાખોર ધારાસભ્યોની સુરક્ષા આપવાનો પણ આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ૧૦ બળવાખોર ધારાસભ્યોના કર્ણાટક વિધાનસબા અધ્યક્ષને ગુરુવારે સાંજે ૬ વાગે મુલાકાત કરવા કહ્યું છે. અને તે ઇચ્છે તો રાજીનામુ આપી શકે છે. સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા પ્રદાન કરવા પણ કહ્યું છે.

આપને જણાવીએ કે બેંગલુરુમાં સમાચારા એજન્સી મુજબ, કર્ણાટકમાં સત્તારુઢ જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકાર ધારાસભ્યોના રાજીનામા આપ્યા બાદ ઉભા થયેલા સંકટને ધ્યાનમાં રાખીને યોજાનારી મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક પહેલા પોલીસ કમિશ્નર આલોક કુમારે વિધાનસભા આસપાસ ધારા ૧૪૪ લગાવવાનો આદેશ આપ્યો છે.

(3:38 pm IST)