Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વર્લ્ડકપ જીતવાની આશાએ બનેલી આ બનારસી સાડીનું હવે શું કરશું?

નવી દિલ્હી, તા. ૧૧ : હાલમાં વર્લ્ડ કપનો ફીવર છવાયો છે અને આપણે ત્યાં જે ચીજની બોલબાલા હોય એની આસપાસ દ્યણીબધી ચીજો બનવાનું શરૂ થઈ જાય છે. આ વખતે વર્લ્ડ કપમાં ભારતની ટીમ સાથે પોતાનો સાથ પુરાવવા માટે વારાણસીમાં ખાસ બનારસી સાડી બનાવવામાં આવી છે. આ સાડી પર વર્લ્ડ કપનો લોગો તેમ જ બેટ-બોલ અને સ્ટમ્સની આકૃતિ છાપવામાં આવી છે. બનારસી સાડીના વેપારી સર્વેશકુમાર શ્રીવાસ્તવે આ સાડી ડિઝાઇન કરી છે.

મુબારક અને નુરુદ્દીન નામના વણકરોએ વીસ દિવસની મહેનત પછી આ સાડીનો માસ્ટરપીસ બનાવી લીધો છે. આખી સાડી પર ૩૩૫ વખત વર્લ્ડ કપનો લોગો વણાયેલો છે. આ સાડીનો રંગ આસમાની બ્લુ છે અને બોર્ડર ઓરેન્જ રંગના ક્રિકેટના પ્રતીકો રચવામાં આવ્યા છે. આ સાડીની કિંમત ૨૦,૦૦૦ રૂપિયા છે. ઓરેન્જ રંગના પાલવ પર પણ મીનાકારી અને અત્યંત બારીક વર્કમાં ક્રિકેટના પ્રતીકો વણવામાં આવ્યા છે. સર્વેશકુમારે આ સાડીને કપ્તાન સિલ્ક સાડી નામ આપ્યું છે.

તેમનું કહેવું છે કે જો ટીમ ઇન્ડિયા વિશ્વ કપ જીતશે તો તેઓ પોતાના તરફથી વિશ્વકપના લોગોવાળી સાડી ક્રિકેટરોની ટીમને તેમની પત્નીઓ માટે ગિફ્ટ કરવાની જાહેરાત થયેલી, જોકે ન્યુઝીલેન્ડ સામે સેમી-ફાઇનલમાં ભારત હારી જતાં ક્રિકેટના ચાહકોમાં નિરાશા છવાઈ ગઈ છે. કરશે. જોકે જયારથી આ સાડીની ડિઝાઇન બહાર પડી છે ત્યારથી કેટલાક લોકોએ એ ખરીદવામાં પણ રસ બતાવ્યો છે.

(11:14 am IST)