Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વિશ્વના સૌથી મોંઘા ટોપ-10 ઓફિસ માર્કેટમાં દિલ્હીના કનોટ પ્લેસનો સમાવેશ

મુંબઈના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને નરીમન પોઇન્ટ અનુક્રમે 27 અને 40 માં ક્રમે: સતત બીજા વર્ષે હોંગ કોંગ વિશ્વનું સૌથી મોંઘું સ્થાન

 

નવી દિલ્હી: દિલ્હીના કનોટ પ્લેસે વિશ્વની ટોચના 10 સૌથી મોંઘા ઓફિસ બજારોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. મુંબઈના BKC અને નરીમન પોઇન્ટ અનુક્રમે 27 અને 40 માં ક્રમે છે, એમ એક અહેવાલ જણાવે છે.

વાર્ષિક ગ્લોબલ પ્રાઇમ ઓફિસ ઓક્યુપેન્સી કોસ્ટ્સ સર્વેમાં CBRE સાઉથ એશિયા પ્રાઇવેટ લિ. તેના અહેવાલમાં જણાવ્યું છેકે સતત બીજા વર્ષે હોંગ કોંગ વિશ્વનું સૌથી મોંઘું સ્થાન બનશે. 2019 ના પ્રથમ ક્વાર્ટરમાં APACની પ્રાઇમ ઓફિસના કબજાનો ખર્ચ આશરે બમણો થઈને 3.3 ટકા થઈ ગયો છે.

અહેવાલ વૈશ્વિક સ્તરે લીઝિંગ પ્રાઇમ ઓફિસની જગ્યાને ટ્રેક કરે છે અને અહેવાલ મુજબ, નવી દિલ્હીના કનોટ પ્લેસ - CBD છેલ્લા વર્ષમાં તેના નવમા સ્થાને છે અને ઓફિસના કબજાનો ખર્ચ રૂ. 9,869 પ્રતિ વર્ગ ફૂટ છે.

મુંબઇના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને નરીમન પોઇન્ટ સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ અનુક્રમે 27 અને 40 મા સ્થાને છે. જેમાં BKCનું વર્તમાન વાર્ષિક ભાડું 6,216 પ્રતિ વર્ગ ફીટ અને CBD નરીમન પોઇન્ટનું ભાડું રૂ.4,687 પ્રતિ ચોરસ ફૂટ છે.

 

(12:00 am IST)