Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

બ્રિટનનું નાગરિકત્વ ધરાવતા ગુજરાતી પરિવારની યુવતિની હાઇકોર્ટમાં પિટિશન : NRI ક્વોટામાં મેડીકલમાં એડમિશન નહીં મળતા દાદ માંગી

અમદાવાદ :  બ્રિટનનું નાગરિકત્વ ધરાવતા ગુજરાતી પરિવારની 17 વર્ષીય યુવતી વત્સ શાહએ NRI ક્વોટામાં મેડીકલમાં એડમિશન નહીં આપવા બદલ  ગુજરાત સરકાર વિરુધ્ધ 5 જુલાઈના રોજ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.જેનો જવાબ તાત્કાલિક આપવા નામદાર કોર્ટએ આજ બુધવારે ગુજરાત સરકારને કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું છે.

યુવતીએ 10 તથા 12 ધોરણનો અભ્યાસ ગુજરાતમાં કર્યો છે.તેમજ ત્યાર પછી મેડીકલમાં એડમિશન  માટે આપવાની થતી NEET ની પરીક્ષા પણ 534 માર્ક મેળવી પાસ કરી છે.29 જૂનના રોજ તેને મળેલ પત્રમાં તેનું એડમિશન રદ કરાયું હોવાની જાણ કરાતાં તેના પિતાએ એડમિશન કમિટી સમક્ષ રજુઆત કરવા છતાં ન્યાય નહીં મળતા યુવતીએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી ચુકાદો ન આવે ત્યાં સુધી એક જગ્યા ખાલી રાખવા અરજ ગુજારી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:07 pm IST)